સુરેન્દ્રનગરના AAA ગ્રુપના યુવાનોનું સેવા યજ્ઞ:10 વર્ષથી ઉનાળામાં નિઃશુલ્ક પાણીની પરબ કાર્યરત
સુરેન્દ્રનગર શહેર ગુજરાતના હોટ સિટીમાંનું એક બન્યું છે. અહીંના મુખ્ય બજારમાં આસપાસના ગામોમાંથી ખરીદી માટે આવતા લોકોને ઉનાળાની આકરી ગરમીમાં રાહત આપવા માટે અજરામર એક્ટિવ અશોર્ટ (AAA) ગ્રુપ દ્વારા છેલ્લા 10 વર્ષથી નિઃશુલ્ક ઠંડા પાણીની પરબ ચલાવવામાં આવે છે. આ પરબ ઉનાળાના 121 દિવસ સુધી સવારે 8 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધી કાર્યરત રહે છે. દરરોજ 100 થી વધુ લોકો આ પરબમાંથી ઠંડુ પાણી પીવે છે, જેનો અંદાજ 2000 લીટરથી વધુ પાણીનો વપરાશ થાય છે. પરબનું આયોજન કરતા ભાવિકભાઈ ગાંધીએ જણાવ્યું કે, યુવાનોને આ સેવા કાર્ય કરવાની પ્રેરણા તેમના ધર્મગુરુ અજરામર સંપ્રદાય, લીંબડીના પૂજ્ય ડૉ. નિરંજન મુનિજી અને ચેતન મુનિજી પાસેથી મળી છે. આ પ્રેરણાથી તેઓ સુરેન્દ્રનગરના મુખ્ય માર્ગ પર આ પાણીની સેવા પૂરી પાડી રહ્યા છે.
Read Original Article →