સુરેન્દ્રનગરમાં AAA દ્વારા છાસનું વિતરણ:રાહદારીઓ અને શ્રમિકોને ઠંડી મસાલા છાસ અપાઈ
સુરેન્દ્રનગરમાં કાળઝાળ ગરમી વચ્ચે 'અજરામર એક્ટિવ એસોર્ટ' (AAA) દ્વારા રાહદારીઓ અને શ્રમિકોને ઠંડી મસાલા છાસનું વિતરણ કરવામાં આવ્યું. સંસ્થા "Give a little help a lot" સૂત્રને સાર્થક કરી રહી છે. આ સેવાકીય કાર્યક્રમ શહેરના મુખ્ય જવાહર ચોક, કીંજલ બેગ પાસે યોજાયો હતો. ગરમીમાં રાહત આપવાના ઉદ્દેશ્યથી સંસ્થા દ્વારા અહીં એક ખાસ સ્ટોલ ઊભો કરાયો હતો. રવિવારે સવારે ૧૦:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમિયાન આયોજિત આ કાર્યક્રમમાં ૭૦૦ થી વધુ રાહદારીઓ, શ્રમિકો અને વાહનચાલકોને ઠંડી મસાલા છાસનું વિતરણ કરાયું. ગરમીમાં છાસ મળતા લોકોએ રાહત અનુભવી અને સંસ્થાના કાર્યને બિરદાવ્યું. અજરામર એક્ટિવ એસોર્ટ (AAA) ના સભ્યોએ જણાવ્યું કે ઉનાળાની આ સિઝન દરમિયાન દર રવિવારે આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ રહેશે. આનાથી વધુ લોકોને ગરમીમાં રાહત આપી શકાશે.
Read Original Article →