સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમમાંથી મૃતદેહ મળ્યો:રતનપરના 18 વર્ષીય યુવકની ઓળખ થઈ
સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમમાંથી શુક્રવારે સવારે એક યુવક અને એક યુવતીના મૃતદેહ મળી આવ્યા હતા, જેના પગલે ચકચાર મચી ગઈ હતી. ફાયર વિભાગને જાણ કરાતા, ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ફાયર વિભાગની ટીમે શોધખોળ કરીને બંને મૃતદેહોને ડેમમાંથી બહાર કાઢ્યા હતા. મૃતક યુવકની ઓળખ સુરેન્દ્રનગરના રતનપર ગામના 18 વર્ષીય જીડીયા દશરથભાઈ ચંદુભાઈ તરીકે થઈ હતી. આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા, પોલીસે બંને મૃતદેહોનો કબજો લીધો હતો. ત્યારબાદ ગાંધી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. ઓળખ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ યુવકનો મૃતદેહ તેના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર શહેર અને તેની આસપાસના વિસ્તારોમાંથી પસાર થતી કેનાલો તેમજ ડેમમાં અવારનવાર મૃતદેહ મળી આવવાની ઘટનાઓ બનતી રહે છે.
Read Original Article →