SOG ટીમે શહેરની 10થી વધુ હોટલોમાં ચેકિંગ કર્યું:માતા પિતાની મંજૂરી વિના સગીરને રૂમ ન આપવા હોટલોને તાકીદ
સુરેન્દ્રનગર જિલ્લામાં ચૂંટણીઓ જાહેર થઇ ગઇ છે. જેને કારણે ખાસ કરીને પોલીસ તંત્ર સતર્ક બની ગયું છે. શાંતિપૂર્વક ચૂંટણી યોજાય તે માટે શહેરમાં પેટ્રોલિંગ સહિતના કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે એસઓજી ટીમ દ્વારા શહેરમાં આવેલી 10થી વધુ હોટલોમાં ચેકિંગ કર્યું હતું. માલિકોને ખાસ સૂચના આપી હતી કે કોઇ પણ સગીરને તેના માતા પિતાની પરવાનગી વગર રૂમ ભાડે ન આપવી. ચૂંટણી સમયે ભાંગફોડીયા તત્વો હોટલનો સહારો લઇને કયારેક ગુનાઓ આચરતા હોય છે. આ ઉપરાંત કેટલાક હોટલના માલિકો રજિસ્ટરમાં રૂમ રાખનારની એન્ટ્રી પણ નથી કરતા હોતા. આવી બાબતી ગંભીરતાને ધ્યાને લઇને એસઓજીની ટીમ દ્વારા શહેરમાં આવેલી 10થી વધુ હોટલોમાં રોકાયેલા લોકો કોણ છે, તેમના નામની એન્ટ્રી છે કે નહીં આ ઉપરાંત હોટલમાં કોઇ સગીર વ્યકિતને કામે રાખવામાં નથી આવ્યો ને તેની પણ તપાસ કરવામાં આવી હતી. જ્યારે હોટલમાં સીસીટીવી ચાલુ હાલતમાં છે કે નહીં તેની પણ જાણકારી મેળવી હતી. 1 મહિનાના સીસીટીવી ફૂટેજ ફરજિયાત સ્ટોર રાખવા તાકીદ કરવામાં આવી હતી.
Read Original Article →