કાર્યવાહી:વઢવાણ તાલુકાના ખોલડીયાદમાં 17 વર્ષ બાદ રસ્તો ખુલ્લો કરાયો
વઢવાણ તાલુકાના ખોલડીયાદ ગામમાં ખેતરનો રસ્તો બંધ કરાયો હતો. આથી વઢવાણ મામલતદારે મામલો હાથ ધર્યો હતો. જેમાં વર્ષ 2009માં બંધ કરાયેલ વિવાદિત રસ્તો આખરે 2026માં પોલીસ બ્દોબસ્ત વચ્ચે ખુલ્લો કરાયો હતો. વઢવાણ તાલુકાના અરજદાર ચંદુભાઈ કાનજીભાઈ દ્વારા વઢવાણ તાલુકાના ખોલડીયાદ ગામના માલિકીની સીમ જમીનમાં આવવા જવા બાબતે રાખેલ રસ્તો 2009માં દલસુખભાઈ ખીમાભાઇ કટારીયા દ્વારા બંધ કરી દીધાની રજૂઆત કરી હતી. ત્યારબાદ મામલતદાર કોર્ટમાં ચંદુભાઈએ દાવો કરેલ. ત્યારબાદ 30-10-2009ના હુકમ ક્રમાંક -મામ. કોર્ટ એક્ટ કેસ નં 26-2009થી અરજદારની દાવા અરજી મંજૂર કરીને તેઓની સીમ જમીનમાં જવા-આવવાના રસ્તામાં અટકાયત ન કરવા હુકમ પસાર કરાયો હતો. જે હુકમથી દલસુખભાઈ ખીમાભાઇ નાયબ કલેકટર, વઢવાણની કોર્ટમાં રિવિઝન અરજી કરતા નાયબ કલેક્ટર દ્વારા તા. 10-1-2011ના હુકમ મામ.કોર્ટ રિવિઝન કેસ નં. 09/08-09 અરજી નામંજૂર કરાઈ હતી. હાલમાં અરજદાર દ્વારા અરજી તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરેલ. જે અરજી વઢવાણ સિટી મામલતદાર આર. કે. પંચાલ દ્વારા અરજી ધ્યાને લેતા રસ્તો ખુલ્લો કરવાનો હુકમ 2011ની સાલ થયેલ છે. છતાં ખુલ્લો કરાયો નથી. તાલુકા સ્વાગત કાર્યક્રમમાં તા. 1થી 10 સીએમ ઓફિસનો કાર્યક્રમ હોય છે. જેમાં વઢવાણ સિટી મામલતદાર આર. કે. પંચાલે દલસુખભાઈને નોટીસ આપી હતી. જેમાં 19-5-2026ના રોજ રસ્તો ખુલ્લો નહીં કરાય તો તા. 20-5-2026નો પોલીસ પ્રોટેકશન સાથે રસ્તો ખુલ્લો કરાશે. આથી તા.20-5-2026ના રસ્તો ખુલ્લો કરવાનું કામ વઢવાણ સિટી મામલતદાર આર.કે.પંચાલ દ્વારા પોલીસ બ્દોબસ્ત વચ્ચે પૂર્ણ કર્યું હતું.
Read Original Article →