સુરેન્દ્રનગર કોર્પોરેટર પ્રદીપ વસ્તાણીનું સન્માન:રતનપર વોર્ડ 9ના જનપ્રતિનિધિને અગ્રણીઓએ બિરદાવ્યા

Gujarat5/22/2026, 6:05:27 AM
સુરેન્દ્રનગર કોર્પોરેટર પ્રદીપ વસ્તાણીનું સન્માન:રતનપર વોર્ડ 9ના જનપ્રતિનિધિને અગ્રણીઓએ બિરદાવ્યા
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં રતનપર વોર્ડ નંબર 9માંથી જંગી બહુમતીથી ચૂંટાયેલા જનપ્રતિનિધિ પ્રદીપભાઈ વસ્તાણીનું સન્માન કરવામાં આવ્યું હતું. સમાજના અગ્રણી આગેવાનોએ તેમના નિવાસસ્થાને પહોંચી તેમને શુભકામનાઓ પાઠવી હતી. આ સન્માન સમારોહમાં લખતર પોલીસ સ્ટેશનના PSI સંજય પટેલ, અમદાવાદ પોલીસ વિભાગના અરવિંદભાઈ પટેલ, સાણંદ તાલુકા કોળી સમાજના આગેવાન ભાઈરામભાઈ કોળી પટેલ, સુરેન્દ્રનગર કોળી સમાજના આગેવાન કમલેશભાઈ સાબરીયા, મયુરભાઈ માલકિયા અને ભાવેશભાઈ માલકિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અગ્રણી આગેવાનોએ પ્રદીપભાઈ વસ્તાણીને ફૂલહાર પહેરાવી, બુકે અને ગિફ્ટ આપી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે, ચૂંટાયેલા જનપ્રતિનિધિ પ્રદીપભાઈ વસ્તાણીએ શુભેચ્છા પાઠવવા બદલ તમામ અગ્રણીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
Read Original Article →