જોરાવરનગર પોલીસે દેશી દારૂની હેરાફેરી કરતા શખ્સને પકડ્યો:રતનપર ખેરાળી ચોકડી નજીકથી 2.68 લાખનો મુદ્દામાલ જપ્ત

Gujarat5/20/2026, 10:56:28 AM
જોરાવરનગર પોલીસે દેશી દારૂની હેરાફેરી કરતા શખ્સને પકડ્યો:રતનપર ખેરાળી ચોકડી નજીકથી 2.68 લાખનો મુદ્દામાલ જપ્ત
જોરાવરનગર પોલીસે રતનપર ખેરાળી ચોકડી નજીકથી દેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે ટાટા ઇન્ટ્રા પીકઅપ ગાડીમાંથી 315 લીટર દેશી દારૂ સહિત કુલ રૂ. 2.68 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહી સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહીબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંકુશમાં લેવાના અભિયાનના ભાગરૂપે કરવામાં આવી હતી. પોલીસે ચેકિંગ દરમિયાન, GJ-33-T-4843 નંબરની સફેદ કલરની ટાટા ઇન્ટ્રા પીકઅપ ગાડીને રોકવામાં આવી હતી. ગાડીની તલાશી લેતા તેમાંથી 315 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ સાથે પીકઅપના ચાલકને દબોચી લીધો હતો. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં રૂ. 2 લાખની પીકઅપ ગાડી, રૂ. 63 હજારનો દેશી દારૂ અને રૂ. 5 હજારનો એક મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. આમ, કુલ રૂ. 2,68,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પકડાયેલા શખ્સની પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે આ દારૂનો જથ્થો જયદીપભાઈ ખવડ અને કુલદીપભાઈ કાઠીદ્વારા મોકલવામાં આવ્યો હતો અને તે રતનપર સુધારા પ્લોટમાં રહેતી અમીનાબેન માણેકને પહોંચાડવાનો હતો. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →