રાજપર તળપદા કોળી સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન:ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા
શ્રી રાજપર તળપદા કોળીસમાજ સેવા ટ્રસ્ટ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ધોરણ 10 અને 12ના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રામ રણુજા આશ્રમના મહંત લાભુગીરી બાપુ, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પ્રમુખ રંજનબેન ભૂસડિયા અને મહાનગરપાલિકાના વોર્ડ નંબર 9ના જનપ્રતિનિધિ પ્રદીપભાઈ વસ્તાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, તળપદા કોળી સમાજના સામાજિક અને રાજકીય આગેવાનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
Read Original Article →