સુરેન્દ્રનગરમાંથી નકલી Dy.SP ઝડપાયો:બનાવટી ફોટા-આઇકાર્ડ સોશિયલ મીડિયા પર શેર કરી ખોટો રોફ જમાવી આર્થિક લાભ મેળવતો, રાજકોટ રેન્જ ટીમે સાયલાથી દબોચ્યો

Gujarat5/24/2026, 7:40:50 AM
સુરેન્દ્રનગરમાંથી નકલી Dy.SP ઝડપાયો:બનાવટી ફોટા-આઇકાર્ડ સોશિયલ મીડિયા પર શેર કરી ખોટો રોફ જમાવી આર્થિક લાભ મેળવતો, રાજકોટ રેન્જ ટીમે સાયલાથી દબોચ્યો
રાજકોટ રેન્જ ટેકનિકલ ટીમે સુરેન્દ્રનગર જિલ્લામાંથી એક વ્યક્તિને નકલી Dy.S.P. તરીકેની ખોટી ઓળખ ઉભી કરી આર્થિક લાભ મેળવવાના આરોપસર ઝડપી પાડ્યો છે. આરોપી ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરીને બનાવટી ફોટા અને આઇકાર્ડ જેવા દસ્તાવેજો બનાવી સોશિયલ મીડિયા પર શેર કરતો હતો. આરોપીનું નામ સોહિલખાન બિસ્મિલ્લાખાન પઠાણ (ઉ.વ. 31) છે, જે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના નવાગઢ ગામનો રહેવાસી છે. તેને સાયલા-સુદામડા ચોકડી, પુલ નીચેથી પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસ તપાસ મુજબ, સોહિલખાન પઠાણ Dy.S.P. કક્ષાના ઉચ્ચ અધિકારી તરીકેની ખોટી ઓળખ ઉભી કરીને સાયબર ક્રાઇમ જેવા ગુના આચરી આમ નાગરિકો સાથે છેતરપિંડી કરતો હતો. તે આર્થિક લાભ મેળવવા માટે આ પ્રવૃત્તિ કરતો હતો. આરોપી વિરુદ્ધ સાયલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેને કાયદેસરની કાર્યવાહી માટે સાયલા પોલીસને સોંપવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Read Original Article →