વઢવાણમાં 2 હજાર વિદ્યાર્થીઓને શિક્ષણ કીટ અપાઈ:રાજકોટ નાગરિક બેંક દ્વારા 'પરીક્ષા પર્વ' પહેલ

Gujarat4/10/2026, 10:59:20 AM
વઢવાણમાં 2 હજાર વિદ્યાર્થીઓને શિક્ષણ કીટ અપાઈ:રાજકોટ નાગરિક બેંક દ્વારા 'પરીક્ષા પર્વ' પહેલ
સુરેન્દ્રનગર-વઢવાણ શહેરમાં રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા આશરે 2000 વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. આ પહેલથી સુરેન્દ્રનગર જિલ્લામાં 'પરીક્ષા પર્વ' એક અનોખું 'પ્રકાશ પર્વ' બની ગયું છે. રાજકોટ નાગરિક સહકારી બેંકની સુરેન્દ્રનગર શાખા દ્વારા પરીક્ષાના મહત્વપૂર્ણ સમયગાળા દરમિયાન આ સરાહનીય કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગર શાખા વિકાસ સમિતિના માર્ગદર્શન હેઠળ અને શાખા અધિકારી શ્રી વિક્રમસિંહ ડોડીયાના આયોજનથી આ પહેલ સફળ બની. આ પહેલ અંતર્ગત વઢવાણ, સુરેન્દ્રનગર, રતનપર અને જોરાવરનગર વિસ્તારની વિવિધ સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને પરીક્ષા માટે ઉપયોગી કીટનું વિતરણ કરાયું. આ કીટમાં વિદ્યાર્થીઓને જરૂરી સ્ટેશનરી સામગ્રી આપવામાં આવી હતી, જે તેમને પરીક્ષા દરમિયાન મદદરૂપ થશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવાનો અને પરીક્ષાને તણાવમુક્ત તથા ઉત્સવમય બનાવવાનો છે. સ્થાનિક સ્તરે આ પહેલને ખૂબ સરાહના મળી રહી છે અને તેને શિક્ષણ ક્ષેત્રે એક સકારાત્મક ઉદાહરણ તરીકે જોવામાં આવી રહી છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘના અસવાર દશરથસિંહે રાજકોટ નાગરિક બેંક દ્વારા કરવામાં આવેલી આ કામગીરીની પ્રશંસા કરી હતી.
Read Original Article →