એપ્રિલ માસમાં 314 લાખ યુનિટનો તોતિંગ વપરાશ‎:સુરેન્દ્રનગરમાં 1 માસમાં 34 લાખ યુનિટનો વધુ વીજ વપરાશ‎સોલાર ધારકોએ ACનો વપરાશ વધારતા રાત્રે વીજલોડ વધ્યો‎

Gujarat5/17/2026, 12:00:00 AM
એપ્રિલ માસમાં 314 લાખ યુનિટનો તોતિંગ વપરાશ‎:સુરેન્દ્રનગરમાં 1 માસમાં 34 લાખ યુનિટનો વધુ વીજ વપરાશ‎સોલાર ધારકોએ ACનો વપરાશ વધારતા રાત્રે વીજલોડ વધ્યો‎
પ્રવિણ સોલંકી સુરેન્દ્રનગર જિલ્લામાં આ વર્ષે ગરમીનું જોર વધુ હોવાથી સુરેન્દ્રનગર - વઢવાણ સિટી વિસ્તારમાં વીજ વપરાશનો પારો પણ ઉંચકાયો છે. જેના કારણે 2026ના એપ્રિલમાં 314 લાખથી વધુ યુનિટ વીજવપરાશ થયો હતો. જેની સામે માર્ચમાં 280 લાખ યુનિટનો વપરાશ રહ્યો હતો. આમ આ વર્ષે માર્ચ કરતા એપ્રિલમાં 34 લાખ યુનિટનો વધુ વપરાશ થયો હતો. શહેરી વિસ્તારમાં વધેલા વીજ વપરાશ માટે કંઇક અંશે એસીના વધેલા ઉપયોગ પણ જવાબદાર છે. સોલાર પેનલ ધારકોને મોટાભાગે વીજબીલ ભરવાનું થતું નથી એટલે અમૂક લોકોએ એસીનો વપરાશ વધારી દેતાં પણ રાત્રીનો વીજલોડ વધી રહ્યો છે. માર્ચ - એપ્રિલ 2025ની સરખામણીમાં માર્ચ - એપ્રિલ 2026માં વધુ વીજ વપરાશ થયો છે. સુરેન્દ્રનગર પીજીવીસીએલ સિટીના 4 સબ ડિવિઝનોમાંથી 3 લાખથી વધુ વીજકનેકશન ધરાવે છે. શહેરમાં 21,229 સોલાર પેનલથી દૈનિક 3,60,000 યુનિટ ઉત્પાદન સુરેન્દ્રનગર, વઢવાણ,રતનપર, જોરાવરનગર, દૂધરેજ સહિતના શહેરી વિસ્તારોમાં સોલાર પેનલની પણ માંગ વધી રહી છે. 21,229 જેટલી સોલાર પેનલ દ્વારા પણ વીજપુરવઠો મેળવી રહ્યા છે. ત્યારે દૈનિક 90,000 kw વીજળીનું ઉત્પાદન થાય છે. એટલે કે 90,000 x 4 યુનિટ 3,60,000 યુનિટ દૈનિક ઉત્પાદન થાય છે. તેમ મહિનાની વાત કરીએ તો 1,08,00,000 યુનિટ વીજ ઉત્પાદન થઇ રહ્યું છે. સોલાર પેનલ કુદરતી સંશાધનની રીતે આશીર્વાદરુપ છે. પરંતુ જે લોકો સોલાર પેનલ લગાવી હોવાથી વીજબીલ આવતું નથી કે સાવ ઓછું આવે છે તે માન્યતાથી બેફામ વીજવપરાશ કરી રહ્યા છે તેઓ કુદરતી સંપદાને નુકસાનકર્તા સાબિત થઇ રહ્યા છે. અનેક ઠેકાણે એવું જોવા મળ્યું છે કે જેમની ક્ષમતા 1 એસી વસાવાની હતી તેઓ સોલાર પેનલથી વીજબીલમાં ખૂબ રાહત મળતી હોવાથી એક કરતાં વધુ એસી લગાવી દીધા છે. તદુપરાંત વીજ વપરાશનો બેફામ દૂરઉપયોગ કરી રહ્યા છે. સોલાર પેનલથી દિવસે વીજ ઉત્પાદન ધમધમાટ થઇ રહ્યું છે પંરુત રાત્રે 10 વાગ્યાથી જે એસી ચાલે છે તે તો વીજ કંપનીની વીજળીથી જ ચાલી રહ્યા છે એટલે અંતે તો રાત્રે વીજલોડ વધી જ રહ્યો છે. સાથે એસીમાંથી જે ઝેરી ગેસ પેદા થઇ રહ્યો છે તેનું પ્રમાણ પણ વધી રહ્યું છે. કેબલ ફાયરના પ્રશ્નો વધ્યા ગરમીના કારણે વીજ વપરાશ ખુબ વધી રહ્યો છે. જેના કારણે વીજલાઈન પર લોડ પડી રહ્યો છે. બીજી તરફ, વીજ ટ્રાન્સફોર્મરમની ક્ષમતા પ્રમાણે કેબલિંગ કરાયેલુ હોય છે. ત્યાં એકાએક વીજલોડ વધતા કેબલ ફાયર થવા,સર્વિસ લાઈન બળવાની ફરિયાદો તેમજ ટીસીના બોક્સ ફાયરના પ્રશ્નો ગત વર્ષ કરતા આ વર્ષે વધુ સર્જાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતુ. સુરેન્દ્રનગરમાં 1 માસમાં 34 લાખ યુનિટનો વધુ વીજ વપરાશ સોલાર ધારકોએ ACનો વપરાશ વધારતા રાત્રે વીજલોડ વધ્યો
Read Original Article →