મહાપ્રભુજી 549માં પ્રાગટ્ય ઉત્સવે પાટડીમાં નગરયાત્રાએ નીકળ્યા:દ્વારકાધીશ હવેલી શણગારાઈ, ભજન મંડળીઓ જોડાઈ

Gujarat4/13/2026, 2:35:34 PM
મહાપ્રભુજી 549માં પ્રાગટ્ય ઉત્સવે પાટડીમાં નગરયાત્રાએ નીકળ્યા:દ્વારકાધીશ હવેલી શણગારાઈ, ભજન મંડળીઓ જોડાઈ
પાટડીમાં શ્રીમદ્દ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો 549મો પ્રાગટ્ય ઉત્સવ સોમવારે ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. આ પાવન પ્રસંગે મહાપ્રભુજી કાષ્ટ રથમાં બિરાજી રંગેચંગે નગરયાત્રાએ નીકળ્યા હતા. પાટડીની દ્વારકાધીશજી હવેલીને ભક્તો દ્વારા અનોખી રીતે શણગારવામાં આવી હતી. દ્વારકાધીશજી હવેલીએથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં ભજન મંડળીઓ દ્વારા ધૂનની રમઝટ બોલાવવામાં આવી હતી. શોભાયાત્રા દરબારી ચોક, મુખ્ય બજાર, ગાડી દરવાજા, ગણપતિ મંદિર અને પાંચહાટડી ચોક વિસ્તારમાંથી પસાર થઈ પરત દ્વારકાધીશની હવેલીએ પહોંચી હતી. યાત્રાના માર્ગમાં ગણપતિ યુવક મંડળ દ્વારા શોભાયાત્રીઓનું ઠંડા સરબતથી સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આ ભવ્ય શોભાયાત્રામાં મહિલાઓ સહિત વિશાળ સંખ્યામાં ભક્તો ઉત્સાહભેર જોડાયા હતા. આ ઉત્સવ પ્રસંગે દેસાઈ બિપીનભાઈ જયંતીભાઈ પરિવાર દ્વારા ઉપસ્થિત સર્વે વૈષ્ણવોને પાતર પ્રસાદ લેવડાવવામાં આવ્યો હતો. આ મનોરથ પાટડી વૈષ્ણવ સમાજ અને વૈષ્ણવ મહિલા મંડળ અમદાવાદ દ્વારા વલ્લભ કૃપાથી સંપન્ન થયો હતો. સર્વે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોએ એકજૂટ થઈને ધોલ પદ અને વધાઈ કીર્તનથી પ્રભુના આશીર્વાદ મેળવ્યા હતા.
Read Original Article →