પાટડીમાં રોહીદાસ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા:ખારાપાટ રોહિત સમાજ અને 54 ગામ નાત દ્વારા મહોત્સવ યોજાયો

Gujarat6/9/2026, 1:07:43 PM
પાટડીમાં રોહીદાસ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા:ખારાપાટ રોહિત સમાજ અને 54 ગામ નાત દ્વારા મહોત્સવ યોજાયો
પાટડી ખાતે ખારાપાટ રોહિત વિકાસ સંઘ અને ખારાપાટ રોહિત સમાજ 54 ગામ નાત દ્વારા સંત શિરોમણી રોહીદાસ ભગવાનનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. પૂજ્ય મગનદાસ બાપુના અધ્યક્ષ સ્થાને રોહિત સમાજની વાડીમાં આ કાર્યક્રમ સંપન્ન થયો હતો. મહોત્સવમાં અનેક સંતો અને મહંતો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જોધલપીર વંશજ કેશરડીના પૂજ્ય લાલદાસ બાપુ, ભીમ સાહેબની જગ્યા આમરણના પૂજ્ય બાબુરામ બાપુ, દસાડાના પૂજ્ય ભાણદાસ બાપુ, ઝીંઝુવાડાના પૂજ્ય દયારામબાપુ, રામદેવરા ડાળીબાઈ વંશજ મોતીરામબાપુ અને તરણેતરના પૂજ્ય કનુબાપુનો સમાવેશ થાય છે. ઉપસ્થિત સંતો અને ભૂદેવોએ આ પ્રસંગે આશીર્વચનો પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં દસાડા-લખતરના ધારાસભ્ય પી.કે. પરમાર વતી તેમના ભાઈ નાગરભાઈ પરમાર, પૂર્વ ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી, પૂર્વ ધારાસભ્ય પૂનમભાઈ મકવાણા, મનહરલાલ મકવાણા, જિલ્લા પંચાયત સદસ્ય નાનજીભાઈ પરમાર, પૂર્વ જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ એન.કે. રાઠોડ અને પાટડી નગરપાલિકાના ચીફ ઓફિસર રઘુવીર ખાંભલા સહિત અનેક આગેવાનો તથા સમાજ અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન નવા ગેટનું લોકાર્પણ, મહાઆરતી અને ધ્વજારોહણ જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. યજ્ઞ દાતાઓએ સજોડે પાટલે બેસી યજ્ઞમાં આહુતિ આપી હતી. ખારાપાટ રોહિત સમાજ 54 ગામના આગેવાનો, વડીલો તેમજ ખારાપાટ રોહિત યુવા વિકાસ સંઘના પ્રમુખ રામજીભાઈ ચાવડા, નાત પ્રમુખ બેચરભાઈ ચૌહાણ, મહામંત્રી ધનાભાઈ ચાવડા, ખજાનચી પાલજીભાઈ મકવાણા અને સહમંત્રી જેઠાલાલ સોમેશ્વરાએ આ મહોત્સવને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →