પાટડી નગરપાલિકાએ PGVCLને ₹6.68 કરોડનો ચેક આપ્યો:ધારાસભ્યના હસ્તે બાકી વીજળી બિલની રકમ ચૂકવાઈ

Gujarat6/5/2026, 10:33:16 AM
પાટડી નગરપાલિકાએ PGVCLને ₹6.68 કરોડનો ચેક આપ્યો:ધારાસભ્યના હસ્તે બાકી વીજળી બિલની રકમ ચૂકવાઈ
પાટડી નગરપાલિકાએ પી.જી.વી.સી.એલ. (PGVCL) ને વીજળી બિલના બાકી ₹6.68 કરોડનો ચેક ધારાસભ્ય પી.કે. પરમારના હસ્તે અર્પણ કર્યો હતો. આ ચેક PGVCLના AE રત્નુબેન અને ધાંગધ્રા-પાટડીના DE એ.બી. પ્રજાપતિએ સ્વીકાર્યો હતો. આ પ્રસંગે દસાડા-લખતરના ધારાસભ્ય પી.કે. પરમારે PGVCLના અધિકારીઓ સાથે પાટડી નગર અને તાલુકાના વીજળી ફીડરો વારંવાર બંધ રહેવા અંગે ચર્ચા કરી હતી. તેમણે ખેડૂતોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા સૂચના આપી હતી. ધારાસભ્યએ પાટડી નગર સહિત અનેક ગામોમાં નવા વીજળીના પોલ નાંખવા, જર્જરિત પોલ તાત્કાલિક બદલવા અને વીજળી સંબંધિત ફરિયાદો માટે ચોવીસ કલાક કાર્યરત મોબાઇલ નંબર પર કર્મચારીઓ મૂકવા સહિતની સૂચનાઓ આપી હતી. આ કાર્યક્રમમાં પાટડી નગરપાલિકા પ્રમુખ હિતેશભાઈ રાવલ, ઉપપ્રમુખ મંજુલાબેન ઠાકોર, કારોબારી ચેરમેન રઘુભાઈ સાવધારીયા, પાટડી શહેર ભાજપ પ્રમુખ વિરલભાઈ સોની, મહામંત્રી ભરતભાઈ દરજી, પ્રતીકભાઈ પાલીયા, જિલ્લા ભાજપ મંત્રી ચેતનભાઈ શેઠ, રશ્મિભાઈ રાવલ, અમૃતભાઈ વાઘેલા, વિક્રમભાઈ રબારી અને ચીફ ઓફિસર રઘુભાઈ ખાંભલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →