ગાંધી હોસ્પિટલમાં દર્દીઓને ફ્રુટ વિતરણ:મંત્રી પરસોત્તમ સોલંકીના 66મા જન્મદિવસે સુરેન્દ્રનગર કોળી સેના દ્વારા સેવા કાર્ય
ગુજરાત સરકારના મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના 66મા જન્મદિવસ નિમિત્તે સુરેન્દ્રનગર કોળી સેના ટીમે શહેરની સરકારી મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રુટ વિતરણ કર્યું. આ રીતે તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ સેવા કાર્યમાં કોળી સમાજના યુવાનો અને અગ્રણી આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કોળી સમાજના રદય સમ્રાટ એવા પરસોત્તમભાઈ સોલંકી કોળી સમાજના અગ્રણી નેતા છે. તેઓ 1998થી સતત ધારાસભ્ય તરીકે અને 2007થી ગુજરાત સરકારમાં સતત મંત્રી તરીકે લોકોની સેવા કરી રહ્યા છે. સમાજના લોકોની અપેક્ષા છે કે સૌરાષ્ટ્રની ધરતી પર એક એવું શૈક્ષણિક ધામ બને જ્યાં હોસ્ટેલ, લાઇબ્રેરી, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અને સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર જેવી સુવિધાઓ એક જ છત નીચે ઉપલબ્ધ હોય. આનાથી કોળી સમાજના દીકરા-દીકરીઓ આર્થિક અને માર્ગદર્શનના અભાવે ઉચ્ચ શિક્ષણથી વંચિત નહીં રહે. આવનારી પેઢી ડોક્ટર, એન્જિનિયર, કલેક્ટર બનીને સમાજનું નામ રોશન કરી શકશે. કોળી સમાજ પરસોત્તમભાઈ સોલંકી દ્વારા 1998થી આજદિન સુધી ધારાસભ્ય અને 2007થી સતત મંત્રી તરીકે સમાજના છેવાડાના માનવી માટે કરાયેલા સંઘર્ષને યાદ કરે છે. તેમના 66મા જન્મદિવસે લાખો યુવાનોની અપેક્ષા છે કે તેમના માર્ગદર્શન હેઠળ 'કોળી સમાજ શૈક્ષણિક ધામ'નું નિર્માણ થાય. આ કાર્ય માટે સમાજનો દરેક યુવાન અને વડીલ તેમની સાથે ખભે ખભો મિલાવીને ઉભો છે.
Read Original Article →