નવજીવન સોસાયટીમાં કાઠાગોર માતાજીને 56 ભોગનો અન્નકૂટ ધરાવાયો:પુરુષોત્તમ માસ નિમિત્તે દેશવાસીઓના નિરોગી જીવન માટે પ્રાર્થના કરાઈ

Gujarat5/27/2026, 5:58:55 AM
નવજીવન સોસાયટીમાં કાઠાગોર માતાજીને 56 ભોગનો અન્નકૂટ ધરાવાયો:પુરુષોત્તમ માસ નિમિત્તે દેશવાસીઓના નિરોગી જીવન માટે પ્રાર્થના કરાઈ
પુરુષોત્તમ માસ નિમિત્તે એકાદશીના પવિત્ર દિવસે નવજીવન સોસાયટીની બહેનો દ્વારા કાઠાગોર માતાજીનું પૂજન કરી 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. શહેરની નવજીવન સોસાયટીની બહેનો પુરુષોત્તમ માસ દરમિયાન કાઠાગોર માતાજીનું પૂજન, નિત્ય વાર્તા અને ભજન કીર્તન કરે છે. આજરોજ એકાદશીના દિવસે ભાવપૂર્વક ઘરે બનાવેલી 56 પ્રકારની વાનગીઓનો અન્નકૂટ ધરાવાયો હતો. આ પ્રસંગે સમગ્ર લોકોના કલ્યાણ, લોકોમાં બંધુત્વની ભાવના કેળવાય અને સૌ દેશવાસીઓ નિરોગી રહે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
Read Original Article →