ધોળીધજા ડેમની સપાટી ઘટી, સૌરાષ્ટ્રમાં પાણીકાપ:નર્મદા કેનાલ બંધ થતા પાણી વિતરણ પર અસર
સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમની પાણીની સપાટીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ઢાંકી પંપિંગ સ્ટેશનથી મુખ્ય નર્મદા કેનાલ બંધ કરી દેવાતા ડેમમાં પાણીની આવક અટકી ગઈ છે, જેના કારણે સૌરાષ્ટ્રભરમાં પીવાના પાણીની તંગી સર્જાવાની શક્યતા છે. માત્ર ત્રણ દિવસ પહેલા ધોળીધજા ડેમ 100 ટકા ભરેલો હતો, પરંતુ હાલ તેમાં માત્ર 55 ટકા પાણી બચ્યું છે. આ ડેમ સમગ્ર સૌરાષ્ટ્રને પીવાનું પાણી પૂરું પાડે છે. આ ઘટાડાને કારણે સુરેન્દ્રનગર શહેરના અંદાજે ત્રણ લાખ લોકોને પાણીકાપનો સામનો કરવો પડશે. આ ઉપરાંત, મોરબી, જામનગર, રાજકોટ અને દ્વારકા સુધી સપ્લાય કરવામાં આવતો પાણીનો પુરવઠો પણ હાલ પૂરતો બંધ કરી દેવાયો છે. નર્મદા કેનાલોમાં રીપેરીંગ કામ ચાલી રહ્યું હોવાથી તેને બંધ કરવામાં આવી છે. આ કેનાલો 30 મે સુધી બંધ રહેશે, જેના કારણે પાણીની સમસ્યા યથાવત રહેવાની શક્યતા છે.
Read Original Article →