ચોટીલાના નાયબ કલેકટરની પોલીસ સ્ટેશન પહોંચ્યા:મુળી પોલીસ સ્ટેશનની તપાસણી કરી, એચ.ટી.મકવાણાએ સૂચનાઓ આપી

Gujarat6/3/2026, 3:36:56 PM
ચોટીલાના નાયબ કલેકટરની પોલીસ સ્ટેશન પહોંચ્યા:મુળી પોલીસ સ્ટેશનની તપાસણી કરી, એચ.ટી.મકવાણાએ સૂચનાઓ આપી
ચોટીલાના નાયબ કલેકટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણાએ તાજેતરમાં મુળી પોલીસ સ્ટેશનની તપાસણી કરી હતી. આ તપાસણી ચોટીલા સબ ડિવિઝન હેઠળના પોલીસ સ્ટેશનોની નિયમિત સમીક્ષાનો ભાગ હતી. સરકારના ગૃહ વિભાગના 24 ફેબ્રુઆરી, 1977ના પત્ર અને મહેસૂલ તપાસણી કમિશનર, ગાંધીનગરના 6 એપ્રિલ, 1988ના પત્ર અનુસાર, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટને ચોટીલા સબ ડિવિઝન હેઠળના તમામ પોલીસ સ્ટેશનો અને આઉટ પોસ્ટની તપાસણી કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે. તપાસણી દરમિયાન, નાયબ કલેકટરે પોલીસ સ્ટેશનની દરેક શાખાની કામગીરીની ચકાસણી કરી હતી. જેમાં આર્મ્સ એન્ડ એમ્યુનિશન રૂમ અને લોક-અપની પણ વિગતવાર તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા માટે મુળીના પોલીસ ઇન્સ્પેક્ટરને કેટલીક મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી હતી. તેમને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 164 હેઠળના પાણીના વિવાદ સંબંધિત કેસો, કલમ 152 હેઠળના જાહેર ઉપદ્રવ સંબંધિત કેસો અને પ્રોહિબિશન 93 હેઠળના જામીન સંબંધિત કેસો માટે દરખાસ્તો તૈયાર કરીને મોકલવા જણાવાયું હતું. તપાસણીમાં હાજરી રજીસ્ટર, બોર કાર્ટીસ, રબ્બર બુલેટ, ઇન્સાસ કાર્ટીસ, ટીયર સ્મોલસેલ, સ્ટન ગ્રેનેડ, ચીલી ગ્રેનેડ સહિતના શસ્ત્રો અને દારૂગોળાની રેન્ડમ ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત, હથિયારી અને બિનહથિયારી પોલીસ કર્મચારીઓની સંખ્યા, હિસ્ટ્રીશીટર રજીસ્ટર, ખાતિયાન રજીસ્ટર, સ્ટેશન ડાયરી, દેખરેખ નિયંત્રણ રજીસ્ટર, વારંવાર ગુનો કરતા ઇસમોના રજીસ્ટર, મુદ્દામાલ રજીસ્ટર, હથિયાર પરવાના રજીસ્ટર, ઓરેન્જ રજીસ્ટર, કલમ 194 અને પ્રોહિબિશન ગુના અંગેના રજીસ્ટર, હિસાબી રજીસ્ટર, આવક-જાવક રજીસ્ટર, બિલ રજીસ્ટર અને જાણવા જોગ રજીસ્ટર સહિતના વિવિધ દસ્તાવેજો અને રજીસ્ટરોની પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. તપાસણીના અંતે, સંબંધિત પોલીસ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી જેથી પોલીસ સ્ટેશનની કામગીરી વધુ કાર્યક્ષમ બની શકે.
Read Original Article →