મુળીમાં જુગારધામ પર LCB ત્રાટકી:એક વાડીના મકાનમાં જુગાર રમતાં 19 શખસ ઝડપાયા, રોકડા અઢી લાખ સાથે ₹27.55 લાખનો મુદ્દામાલ જપ્ત

Gujarat6/6/2026, 1:42:41 PM
મુળીમાં જુગારધામ પર LCB ત્રાટકી:એક વાડીના મકાનમાં જુગાર રમતાં 19 શખસ ઝડપાયા, રોકડા અઢી લાખ સાથે ₹27.55 લાખનો મુદ્દામાલ જપ્ત
સુરેન્દ્રનગર LCBએ મુળીથી ટીડાણા ગામ તરફ જતા રસ્તે એક વાડીના મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડ્યો હતો. આ દરોડામાં ગંજીપાના વડે જુગાર રમતા 19 ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે કુલ ₹2,54,960 રોકડા અને અન્ય મુદ્દામાલ મળી કુલ ₹27,55,460નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પેટ્રોલિંગ દરમિયાન SOGના પો.હેડ કોન્સ. અરવિંદસિંહ ઝાલાને મળેલી ચોક્કસ બાતમીના આધારે મુળીથી ટીડાણા ગામ તરફ જતા રસ્તે આવેલી વાડીના મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડામાં ₹2,54,960 રોકડા, 25 મોબાઈલ ફોન (કિંમત ₹5,00,000) અને 3 ફોરવ્હીલ ગાડીઓ (કિંમત ₹20,00,000) સહિત કુલ ₹27,55,460નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તમામ 19 આરોપીઓ વિરુદ્ધ મુળી પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. વાડીના મકાનમાંથી મળી આવેલા ઇંગ્લિશ દારૂ બાબતે વાડીના કબજેદાર વિરુદ્ધ અલગથી પ્રોહિબિશનનો ગુનો પણ નોંધવામાં આવ્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જુગાર રમતાં ઝડપાયેલા જુગારી ફરાર આરોપી રવિરાજસિંહ જટુભા પરમાર (રહે. મુળી, તા. મુળી, જિ. સુરેન્દ્રનગર) જપ્ત કરાયેલો મુદ્દામાલ રોકડા રૂપિયા: ₹2,54,960 મોબાઇલ ફોન: 25 (કિંમત ₹5,00,000) ફોર વ્હીલર ગાડી: 3 (કિંમત ₹20,00,000) બીયર ટીન: 4 (કિંમત ₹500) અંગ્રેજી દારૂની બોટલ: 1 અડધી (કિંમત ₹400) કુલ મુદ્દામાલ: ₹27,56,360 પ્રોહિબિશન-જુગાર સામે એક્શન પ્લાન રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) દ્વારા રેન્જના જિલ્લાઓમાં પ્રોહિબિશન-જુગારની બદી સંપૂર્ણપણે નાબૂદ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS)એ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા ગુનાઓ અટકાવવા ખાસ એક્શન પ્લાન બનાવ્યો હતો. LCB, SOG અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ આ એક્શન પ્લાન હેઠળ LCB પોલીસ ઇન્સ્પેક્ટરની રાહબરી હેઠળ પો.સબ.ઇન્સ. જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્ક્વોડના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. એન.એ. રાયમાએ LCB, SOG અને પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી હતી. આ ટીમો દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ખાસ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મુળી પોલીસે ગુનો નોંધ્યો આ સફળ કામગીરી LCB પી.આઈ.ના માર્ગદર્શન હેઠળ સબ ઇન્સ્પેક્ટર જે.વાય. પઠાણ, પેરોલ ફર્લો સ્કોડના ઇન્ચાર્જ સબ ઇન્સ્પેક્ટર એન.એ. રાયમા, SOGના હેડ કોન્સ્ટેબલ અરવિંદસિંહ ઝાલા, કોન્સ્ટેબલ સાહીલ સેલત, LCBના હેડ કોન્સ્ટેબલ અજયવિરસિંહ ઝાલા, કોન્સ્ટેબલ મેહુલ મકવાણા, પેરોલ ફર્લો સ્કોડના હેડ કોન્સ્ટેબલ મુન્નાભાઈ રાઠોડ, કોન્સ્ટેબલ કપીલ સુમેરા, કોન્સ્ટેબલ શક્તિસિંહ ચૌહાણ, કોન્સ્ટેબલ ગીરીરાજસિંહ જાડેજા અને ડ્રાઇવર હેડ કોન્સ્ટેબલ વિક્રમ બાવળીયાની સંયુક્ત ટીમ દ્વારા કરવામાં આવી છે. પોલીસે તમામ આરોપીઓ વિરૂદ્ધ મુળી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →