સુરેન્દ્રનગર સહેલી ગ્રુપે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવ્યો:એમ.પી. શાહ કોમર્સ કોલેજમાં વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન યોજાયું

Gujarat6/6/2026, 4:25:25 AM
સુરેન્દ્રનગર સહેલી ગ્રુપે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવ્યો:એમ.પી. શાહ કોમર્સ કોલેજમાં વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન યોજાયું
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સુરેન્દ્રનગરના જાયન્ટ ગ્રુપ ઓફ સાહેલીના સભ્યો દ્વારા એમ.પી. શાહ કોમર્સ કોલેજમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાહેલી ગ્રુપની મહિલા સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન, સહેલી ગ્રુપની સભ્યોએ કોલેજ પરિસરમાં વિવિધ વૃક્ષો વાવ્યા હતા. વાવેલા વૃક્ષોને પાણી અને ખાતર આપીને તેમના જતનનો સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો. વૃક્ષારોપણની સાથે સાથે, સ્વચ્છતા અભિયાનનો પ્રોજેક્ટ પણ હાથ ધરવામાં આવ્યો હતો. સભ્યોએ સ્વચ્છતા અભિયાનના મેનેજર પાસેથી સ્વચ્છતા જાળવણી અને તેના મહત્વ વિશે વિગતવાર માહિતી મેળવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, પ્રોજેક્ટ પ્રમુખ ઉમાબેન ધનેશા, સાહેલી ગ્રુપના અન્ય સભ્યો અને કોમર્સ કોલેજના સ્ટાફ મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →