લીંબડી-ધંધુકા હાઈવે પર દારૂ ભરેલી પીકઅપ પકડાઈ:રૂ. 13.50 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ

Gujarat5/19/2026, 3:27:53 PM
લીંબડી-ધંધુકા હાઈવે પર દારૂ ભરેલી પીકઅપ પકડાઈ:રૂ. 13.50 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ લીંબડી-ધંધુકા હાઈવે રોડ પરથી ફર્નિચરના સામાનની આડમાં લઈ જવાતો ગેરકાયદેસર વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ રૂ. 13,50,064 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે, લીંબડી-ધંધુકા હાઈવે પરથી એક બંધ બોડીની પીકઅપ ગાડીને રોકવામાં આવી હતી. તપાસ કરતાં, તેમાંથી રૂ. 8,18,064 ની કિંમતની 2760 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. આ ઉપરાંત, રૂ. 5,00,000 ની કિંમતની પીકઅપ ગાડી, રૂ. 5,000 નો મોબાઈલ ફોન અને રૂ. 27,000 નો ફર્નિચરનો સામાન પણ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ગુનામાં નવરોજ અમીરઅલી બગસરીયા (રહે. લીંબડી) નામના ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે તનવીરસિંહ જીતેન્દ્રસિંહ ઝાલા (રહે. સૌકા, તા. લીંબડી), દારૂ ભરેલી ગાડી આપનાર બે અજાણ્યા ઈસમો અને બોલેરો પીકઅપના માલિક સહિત અન્ય આરોપીઓ હજુ ફરાર છે. તેમની શોધખોળ ચાલુ છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) ની સૂચનાથી LCB પોલીસ ઈન્સ્પેક્ટર જે.જે. જાડેજા અને પેરોલ ફર્લો સ્ક્વોડના ઈન્ચાર્જ પો.સબ.ઈન્સ. એન.એ. રાયમાની ટીમે આ સફળ કામગીરી કરી હતી. પકડાયેલા આરોપી વિરુદ્ધ લીંબડી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Read Original Article →