પોલીસે 2 દિવસમાં ₹1 કરોડનું 70 તોલા સોનું પરત અપાવ્યું:વ્યાજખોરોના ચુંગાલમાંથી લીંબડીના પરિવારને મુક્ત કરાવ્યો, SP ઓફિસે પોલીસને શાલ ઓઢાડી, પેંડા ખવડાવાયા

Gujarat5/22/2026, 11:00:38 AM
પોલીસે 2 દિવસમાં ₹1 કરોડનું 70 તોલા સોનું પરત અપાવ્યું:વ્યાજખોરોના ચુંગાલમાંથી લીંબડીના પરિવારને મુક્ત કરાવ્યો, SP ઓફિસે પોલીસને શાલ ઓઢાડી, પેંડા ખવડાવાયા
છેલ્લા 4-5 વર્ષથી લીંબડીના એક મધ્યમવર્ગીય પરિવારના ઘરમાં અંધારું છવાયેલું હતું. વ્યાજખોરોના અમાનુષી ત્રાસ, આર્થિક તંગી અને માનસિક ટોર્ચરના કારણે પરિવાર જીવતેજીવ નરક જેવું જીવન ભોગવી રહ્યો હતો. કોળી સમાજના શૈલેષ કાગડીયાના આ પરિવારે પોતાની આખી જિંદગીની મૂડી સમાન 70 તોલા સોનાના દાગીના અને 30 લાખ રૂપિયા ગુમાવી દીધા હતા. પરિવારને એમ જ હતું કે હવે બધું જ પૂરું થઈ ગયું છે. પણ કહેવાય છે ને કે, જ્યારે કાયદાની લાઠીમાં માનવતા ભળે છે, ત્યારે ચમત્કારો થાય છે! પરિવારને જીવનભરની મૂડી જેવી ₹1 કરોડના દાગીના અને રોકડ પરિવાર કરતા એસપી ઓફિસ આવીને પોલીસનું પરિવારે સન્માન કર્યું હતું. માત્ર 48 કલાક અને 1 કરોડની આશા જીવતી થઈ જ્યારે આ પરિવારની મહિલાઓ હિંમત કરીને સુરેન્દ્રનગર પોલીસના શરણે પહોંચી, ત્યારે તેમની આંખોમાં લાચારી અને આશા બંને હતા. જિલ્લા પોલીસ વડા (SP) પ્રેમસુખ ડેલુએ આ પીડાને માત્ર એક ગુના તરીકે નહીં, પણ એક પરિવારની જિંદગી બચાવવાના મિશન તરીકે લીધી હતી. માત્ર 2 દિવસમાં પોલીસની સપાટો જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના જણાવ્યા અનુસાર, લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યાજખોરીનો એક ગંભીર મામલો સામે આવ્યો હતો. જેમાં કોળી સમાજના શૈલેષ જીવણ કાગડીયાના પરિવાર પાસેથી વ્યાજખોરોએ 30 લાખ રૂપિયા અને આશરે 70 તોલા સોનાના દાગીના પડાવી લીધા હતા. આ અંગે પરિવારની મહિલાઓએ પોલીસનો સંપર્ક કરતા જ તંત્ર હરકતમાં આવ્યું હતું. લીંબડી ડીવાયએસપી વિશાલ રબારી અને તેમની ટીમે માહિતી મળતાની સાથે જ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પરિવારે સંપર્ક કર્યાના માત્ર 2 દિવસની અંદર જ પોલીસે વ્યાજખોરો પાસેથી 70 તોલા સોનું રિકવર કરી લીધું હતું. એસપી કચેરીએ મોં મીઠું કરાવાયું વર્ષોથી અટવાયેલા દાગીના ગણતરીના કલાકોમાં પાછા મળતા પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો. પરિવારના સભ્યો પેંડા લઈને એસપી કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં તેમણે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, એએસપી વેદિકા બિહાની અને લીંબડી ડીવાયએસપી સહિતના પોલીસ સ્ટાફને શાલ ઓઢાડી સરાહનીય કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો. હાલના બજાર ભાવ પ્રમાણે આ સોનાની કિંમત 1 કરોડ રૂપિયાથી વધુ હોવાનું પોલીસે જણાવ્યું છે. 24 કલાક પણ ના થવા દીધી પોલીસ ટીમે આ અંગે લીંબડીના વસંતબેન ઘનશ્યામભાઈએ જણાવ્યું હતું કે, અમે અમારું ઘરાણું 70 તોલા મૂક્યું હતું, એ બાબતે અમે એસપી ડેલુને મળ્યા હતા. તેમના કહેવાથી અમે ડીવાયએસપી રબારીને મળ્યા અને તેમણે આ કામ બધુ હાથમા લીધું હતું. એમણે 24 કલાક પણ ના થવા દીધી એમની પોલીસ ટીમે. અમારી બધી મદદ કરી અને 24 કલાકમાં અમારું 70 તોલા ઘરાણું પરત અપાવી દીધું છે. 70 તોલા સોનું ચાર વર્ષ પહેલા મૂક્યું જયારે આ અંગે ઉંટડી ગામના મગનભાઈ શંભુભાઈ કટોડીયાએ જણાવ્યું હતું કે, અમારી બેન, ભાણો અને ભાણીઓ અને સગા વહાલાઓનું મળીને કુલ 70 તોલા સોનું જે પૈસાની જરૂર હતી, એટલે વ્યાજવા રૂ. લેવા માટે જે તે સમયે ચાર વર્ષ પહેલા મૂક્યું હતું. જેમાં અમારી પાસે વ્યાજના પૈસા ન થતાં અમે સુરેન્દ્રનગર એસપી ડેલુને મળ્યા હતા. તેમની સુચનાથી અમે લીંબડી ડીવાયએસપી રબારીને મળ્યા અને એ બાબતે માત્ર અરજી આપતા લીંબડી પીઆઇ અને પીએસઆઇ સહિતનો પોલીસ સ્ટાફ ઝડપી કાર્યવાહી કરી જે લોકો પાસે અમારા ઘરેણાં પડ્યા હતા, ત્યાં એ લોકોએ ઝડપી તપાસ કરી અને અમારા ઘરેણાં અમને પરત અપાવી દીધા હતા. અને મૂળ રકમ આપી અમારું સમાધાન પણ કરાવ્યું હતું. તો આ બાબતે લીંબડી ડીવાયએસપી , સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું અને લીંબડી પીઆઇ અને સુરેન્દ્રનગર અને લીંબડી પોલીસ સ્ટાફનો અમે આભાર માનીએ છીએ. દાગીના પરત અપાવતા અમે આભાર માનીએ છીએ જયારે આ અંગે લીંબડીના ગીતાબેને જણાવ્યું હતું કે, અમે 70 તોલા સોનું મૂક્યું હતું, અને અમને એસપીડેલુના સમાચાર મળ્યા એટલે અમે તેમની પાસે આવ્યા અને પછી લીંબડી ડીવાયએસપી રબારી અમારી મદદ કરી 24 કલાકમાં અમારું કામ કરી અમારા તમામ દાગીના પરત અપાવતા એમનો અમે આભાર માનીએ છીએ, અમારા માટે પોલીસ ખાતાએ ખૂબ જ સારુ કામ કર્યું એ બદલ એમનો આભાર. ખોટા પગલા ભર્યા વગર પોલીસનો સંપર્ક કરો જયારે આ અંગે વધુ વિગત આપતા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુંએ જણાવ્યું હતું કે, હું લોકોને એટલું કહેવા માંગુ છું કે, અમારી સુરેન્દ્રનગર જિલ્લાની જે પોલીસ ટીમ છે, ડીવાયએસપી અને પીઆઇ સહિતની પોલીસ ટીમ વ્યાજ વટાવ કે લોકોને કોઈપણ પ્રકારની હેરાનગતી થઇ રહી છે, એના પર કામ કરી રહી છે. કોઈને કોઈપણ જાતની પરેશાની કે હેરાનગતી હોય તો કોઈપણ ખોટા પગલા ભર્યા વગર અમારી ઓફિસ કે કોઈપણ ડીવાયએસપી કે પીઆઇનો સંપર્ક કરશે, તો એની સમસ્યાનો નિકાલ ચોક્કસ થઇ જશે. વ્યાજખોરોના ચુંગાલમાંથી અન્ય પરિવારને ₹51 લાખનું સોનું પરત અપાવ્યું સુરેન્દ્રનગરના અનિલ પરમાર અને તેમના પત્ની વ્યાજખોરોના એવા ચુંગાલમાં ફસાયા હતા કે તેઓ પોતાના નાના બાળકો સાથે સામૂહિક આત્મહત્યા કરવાનું વિચારી રહ્યા હતા. વર્ષો પહેલા લીધેલા 3 લાખ રૂપિયાના બદલામાં 18 લાખ રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં, વ્યાજખોરો વધુ 20 લાખની માંગણી કરી રહ્યા હતા અને ગીરવે મૂકેલું 35 તોલા સોનું પરત આપતા નહોતા. છેલ્લા કેટલાય સમયથી વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યાના ઉંબરે ઉભેલા એક પરિવાર માટે સુરેન્દ્રનગર પોલીસ ‘દેવદૂત’ બનીને આવી છે. માત્ર 6 કલાકની ગણતરીની મિનિટોમાં પોલીસે એક દંપતીને તેમના જીવનભરની મૂડી સમાન 35 તોલા સોનું (કિંમત અંદાજે ₹51 લાખ) પરત અપાવી નવું જીવન આપ્યું છે. ત્યારે કેવા ભાવુક દૃશ્યો સર્જાય છે તેનો જીવંત પુરાવો સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષકની કચેરીમાં 5મી મેના રોજ જોવા મળ્યા હતા. આ પણ વાંચો, દાગીના પર મળતાં દંપતીની આંખોમાં હર્ષના આંસુ, મીઠડા લીધા
Read Original Article →