લખતર સોલાર પ્લાન્ટ ચોરીનો ભેદ ઉકેલાયો:ગુજસીટોકના આરોપી સહિત બે ઝડપાયા, ₹5.30 લાખનો મુદ્દામાલ જપ્ત

Gujarat5/13/2026, 5:25:12 PM
લખતર સોલાર પ્લાન્ટ ચોરીનો ભેદ ઉકેલાયો:ગુજસીટોકના આરોપી સહિત બે ઝડપાયા, ₹5.30 લાખનો મુદ્દામાલ જપ્ત
રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયની સૂચના મુજબ, સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે લખતર તાલુકાના તલસાણા ગામમાં આવેલા સોલાર પ્લાન્ટમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલ્યો છે. આ ગુનામાં ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલા એક કુખ્યાત આરોપી સહિત બે ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂએ કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા માટે એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજાને અસરકારક કામગીરી કરવા સૂચના આપી હતી. આ સૂચનાના આધારે એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમો બનાવવામાં આવી હતી. એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્ક્વોડના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એ. રાયમાના માર્ગદર્શન હેઠળ, પો.હેડ કોન્સ. અજયવીરસિંહ ઝાલા, પો.કોન્સ. અશ્વિનભાઈ માથકીયા, પો.કોન્સ. ચંદ્રવિજયસિંહ રાણા અને પો.કોન્સ. મહેન્દ્રભાઇ દાદરેસાએ હ્યુમન સોર્સ, ટેકનિકલ સોર્સ અને નેત્રમ સુરેન્દ્રનગર સીસીટીવી કેમેરાની મદદથી સંયુક્ત બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. પોલીસે ઝમર ગામ નજીક રોડ પરથી બે ઇસમોને પકડી પાડ્યા હતા. તેમની પાસેથી ચોરી કરેલી આશરે 100 કિલો તાંબાની પ્લેટો (કિંમત રૂ. 1,34,688), આશરે 140 કિલો તાંબાના વાયર (કિંમત રૂ. 1,26,000), એક આઇ-20 ફોર વ્હીલ ગાડી (રજી.નં. GJ-01-KJ-4469, કિંમત રૂ. 2,00,000), એક પલ્સર મોટર સાયકલ (રજી.નં. GJ-13-AJ-0307, કિંમત રૂ. 50,000) અને બે મોબાઇલ ફોન (કિંમત રૂ. 20,000) સહિત કુલ રૂ. 5,30,688નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પકડાયેલા આરોપીઓમાં રોમીઝખાન મહોમદખાન મલેક (રહે. ગેડીયા, તા. પાટડી, હાલ સુરેન્દ્રનગર) અને અતીકભાઇ ધરમશીભાઇ ચાણસ્મા (રહે. સુરેન્દ્રનગર, મૂળ ગામ ગેડીયા, તા. પાટડી)નો સમાવેશ થાય છે. પકડાયેલા આરોપીઓ અને મુદ્દામાલને કાયદેસરની કાર્યવાહી માટે લખતર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
Read Original Article →