સુરેન્દ્રનગરમાં 2.47 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:કૃષ્ણનગર વિસ્તારમાંથી દારૂ, મોબાઈલ, સ્કૂટર સાથે 1 સગીર સહિત બે આરોપી ઝડપાયા
સુરેન્દ્રનગરના કૃષ્ણનગર વિસ્તારમાંથી પોલીસે રૂ. 2,47,450/- નો વિદેશી દારૂ, મોબાઈલ ફોન અને સ્કૂટર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને કૃષ્ણનગરની છેલ્લી શેરી સામે આવેલી ખરાબાની જગ્યામાં ખાડાઓમાં સંતાડેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ (IMFL) નો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થામાં 422 બોટલો/ચપલાનો સમાવેશ થાય છે, જેની કિંમત રૂ. 1,67,450/- આંકવામાં આવી છે. દારૂ ઉપરાંત, રૂ. 10,000/- ની કિંમતના બે મોબાઈલ ફોન અને રૂ. 70,000/- ની કિંમતના બે સ્કૂટર પણ જપ્ત કરાયા છે. પકડાયેલા આરોપીઓમાં મયુર ખાચર અને સગીરનો સમાવેશ થાય છે. આ કેસમાં વિશુભા રાણા નામનો આરોપી ફરાર જાહેર કરાયો છે.
Read Original Article →