ખોડુમાં સતવારા સમાજ દ્વારા 140 વિદ્યાર્થીઓને ઇનામ અપાયા:ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં દસમો સમારોહ યોજાયો
ખોડુ ગામ ખાતે સમસ્ત સતવારા સમાજ શૈક્ષણિક યુવા મંડળ દ્વારા તા. ૦૪-૦૬-૨૦૨૬, ગુરુવારના રોજ દસમા ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક અને વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કુલ 140 તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ અને ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા. ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાએ પોતાના ઉદ્બોધનમાં શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું અને શૈક્ષણિક યુવા મંડળની પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે ઉત્સાહ વધારવાનો અને તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહિત કરવાનો હતો. આ પ્રસંગે ગુજરાત સતવારા મહામંડળના પૂર્વ પ્રમુખ શંકરભાઈ દલવાડી સહિત સમાજના અન્ય અગ્રણીઓ, યુવાનો અને આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમનું આયોજન સતવારા સમાજની ભોજનશાળા, ખોડુ ખાતે કરવામાં આવ્યું હતું. સાંજે 5:30 કલાકે ભોજન સમારંભ યોજાયો હતો, જેમાં 1000 થી વધુ લોકોએ ભોજન લીધું હતું. મુખ્ય ઇનામ વિતરણ સમારોહ રાત્રે 8:30 કલાકે શરૂ થયો હતો. આ કાર્યક્રમમાં શિલ્ડના દાતા તરીકે ઉદગમ શૈક્ષણિક સંકુલ, હળવદ, જ્યારે ભોજનના દાતા તરીકે ભરતભાઈ હરજીભાઈ ડાભી, વિનોદભાઈ ભગવાનભાઈ ડાભી, ખીમજીભાઈ રામજીભાઈ ડાભી અને ચેતનભાઈ વજુભાઈ જાદવે સેવા આપી હતી. સમસ્ત સતવારા સમાજ શૈક્ષણિક યુવા મંડળ-ખોડુના હોદ્દેદારો, યુવાનો અને ગામના જ્ઞાતિબંધુઓએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સઘન જહેમત ઉઠાવી હતી.
Read Original Article →