તંત્રની ઝીરો ટોલરન્સ નીતિ:ખનીજ માફિયાઓ પર બાજ નજર : નાયબ કલેક્ટર દ્વારા ડ્રોન સર્વેલન્સથી કડક ચેકિંગ
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સબ ડિવિઝન હેઠળ આવતા થાનગઢ અને મૂળી તાલુકાના વિસ્તારોમાં ગેરકાયદે કોલસા ખનીજ પ્રવૃત્તિઓને સદંતર નેસ્તનાબૂદ કરવા માટે વહીવટી તંત્ર દ્વારા એક ઓપરેશન હાથ ધરાયું છે. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના માર્ગદર્શન હેઠળ ખનીજ ચોરી પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા આધુનિક ડ્રોન ટેક્નોલોજીનો આશરો લીધો છે. થાનગઢ અને મૂળી વિસ્તારના કોલસા પ્રભાવિત મુખ્ય કેન્દ્રો જેવા કે જામવાળી, ભડુલો, ભેટ, અસુંદ્રાળી, ધોળિયા, ઉમરડા, વગડીયા અને ખંપાળિયા સહિતના છેવાડાના વિસ્તારોમાં વિશેષ મોનીટરિંગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. અગાઉ તંત્ર દ્વારા રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરીને જે ગેરકાયદેસર કોલસાના કૂવાઓનું બુરાણ કરી બંધ કરાવવામાં આવ્યા હતા, તે કૂવાઓ પર ભૂ-માફિયાઓ ફરીથી સક્રિય ન થાય તે માટે ડ્રોન કેમેરા મારફતે સતત હવાઈ સર્વેલન્સ હાથ ધરાઈ રહ્યું છે. જોકે આધુનિક ડ્રોન સર્વેલન્સના ઉપયોગથી હવે દૂર-દૂરના અને દુર્ગમ વિસ્તારોમાં પણ વહીવટી તંત્રની સીધી અને અસરકારક દેખરેખ શક્ય બની છે. ગેરકાયદે પ્રવૃત્તિઓ નહીં ચલાવી લેવાય
સરકારી જમીન રાજ્યની કિંમતી સંપત્તિ છે. પર્યાવરણને નુકસાન પહોંચાડતી કોઈપણ પ્રકારની ગેરકાયદે ખનીજ પ્રવૃત્તિઓ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. - એચ.ટી. મકવાણા, ચોટીલા નાયબ કલેક્ટર
Read Original Article →