જોરાવરનગર પોલીસે ગીરવે મૂકેલી મોટરસાયકલ પરત અપાવી:મિત્રએ ઉછીના પૈસા ચૂકવ્યા છતાં વાહન પરત ન આપતા સમાધાન

Gujarat5/23/2026, 3:10:27 PM
જોરાવરનગર પોલીસે ગીરવે મૂકેલી મોટરસાયકલ પરત અપાવી:મિત્રએ ઉછીના પૈસા ચૂકવ્યા છતાં વાહન પરત ન આપતા સમાધાન
જોરાવરનગર પોલીસે એક અરજદારને તેની ગીરવે મૂકેલી મોટરસાયકલ પરત અપાવી છે. મિત્ર પાસેથી હાથ ઉછીના પૈસા લીધા બાદ મોટરસાયકલ ગીરવે મૂકવામાં આવ્યું હતું, પરંતુ પૈસા ચૂકવાયા છતાં મિત્ર વાહન પરત કરતો ન હતો. પોલીસે બંને પક્ષો વચ્ચે સુખદ સમાધાન કરાવી ઝડપી ન્યાય અપાવ્યો. જોરાવરનગર પોલીસ સ્ટેશનના પ્રો. મદદનીશ પોલીસ અધિક્ષક કરનકુમાર પજ્ઞા સમક્ષ રતનપરના સંજયભાઈ સોમાભાઈ સાતોલાએ રૂબરૂ આવી પોતાની આપવીતી જણાવી હતી. સંજયભાઈએ રજૂઆત કરી હતી કે દોઢ વર્ષ પહેલાં તેમણે તેમના મિત્ર પાસેથી રૂ. 15,000/- હાથ ઉછીના લીધા હતા અને ગેરંટી તરીકે પોતાની મોટરસાયકલ ગીરવે મૂકી હતી. અરજદારે લીધેલા તમામ પૈસાની ચૂકવણી કરી દીધી હોવા છતાં, તેમના મિત્ર સંજયભાઈ ભરવાડ મોટરસાયકલ પરત આપતા ન હતા. સંજયભાઈ સાતોલા એક સામાન્ય પરિવારમાંથી આવે છે અને મજૂરીકામ કરીને ગુજરાન ચલાવે છે. તેમની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી જોરાવરનગર પોલીસે આ અરજીના કામે ત્વરિત કાયદેસરની કાર્યવાહી કરી સામાવાળા સંજયભાઈ ભરવાડને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. પોલીસે બંને પક્ષોની રજૂઆતો સાંભળી હતી, જેમાં અરજદારની હકીકત સાચી હોવાનું જણાયું હતું. પોલીસે સામાવાળા વ્યક્તિને કાયદાકીય પ્રક્રિયાની યોગ્ય સમજ આપી હતી. પોલીસની સમજાવટ બાદ બંને પક્ષો વચ્ચે સુખદ સમાધાન થયું હતું. સામાવાળા પાસેથી અરજદારનું મોટરસાયકલ મૂળ સ્થિતિમાં પરત મેળવી, અરજદાર સંજયભાઈ સાતોલાને સોંપવામાં આવ્યું હતું.
Read Original Article →