જોરાવરનગરમાં 6 લાખથી વધુનો દારૂનો જથ્થો ઝડપાયો:રહેણાંક મકાનમાંથી મળ્યો, 3 પકડાયા, મુખ્ય આરોપી ફરાર

Gujarat4/13/2026, 10:00:08 AM
જોરાવરનગરમાં 6 લાખથી વધુનો દારૂનો જથ્થો ઝડપાયો:રહેણાંક મકાનમાંથી મળ્યો, 3 પકડાયા, મુખ્ય આરોપી ફરાર
સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટેના ખાસ એક્શન પ્લાન હેઠળ જોરાવરનગર પોલીસે મોટી સફળતા મેળવી છે. મહાલક્ષ્મી મંદિર પાસે આવેલા એક રહેણાંક મકાનમાં દરોડો પાડી પોલીસે વિદેશી દારૂની 423 બોટલો સહિત કુલ 6,04,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મુખ્ય આરોપી પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો. ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહી રાજકોટ રેન્જ DIG નિર્લિપ્ત રાય અને સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલૂની સૂચના મુજબ પ્રોહિબિશનના કેસો શોધવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન જોરાવરનગર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને બાતમી મળી હતી કે શેરી નંબર 11માં રહેતો જયદીપસિંહ ઉર્ફે ભયલુ છત્રસિંહ ઝાલા પોતાના મકાનમાં દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે. બાતમીના આધારે પ્રોબેશનરી ASP કરણકુમાર પન્નાની આગેવાનીમાં પોલીસે મકાન અને બહાર પાર્ક કરેલી ગ્રાન્ડ i10 કારમાં તપાસ કરતા વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જપ્ત કરાયેલ મુદ્દામાલની વિગત પોલીસે સ્થળ પરથી દારૂ, વાહનો અને મોબાઈલ સહિત કુલ 6,04,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. વિદેશી દારૂ: કુલ 423 બોટલો/ચપલા (કિંમત 2,09,500) 750 ML ની બોટલ: 95 નંગ 375 ML ની બોટલ: 43 નંગ 180 ML ના ચપલા: 270 નંગ 650 ML ની બોટલ: 15 નંગ વાહનો: ગ્રાન્ડ i10 કાર (GJ 13 AH 1633): કિંમત 2,00,000 મોટરસાયકલ (2 નંગ): કિંમત 1,30,000 અન્ય: 4 મોબાઈલ ફોન (કિંમત 65,000) ઝડપાયેલા અને ફરાર આરોપીઓ પોલીસે દરોડા દરમિયાન ત્રણ શખ્સોની ધરપકડ કરી છે, જેઓ કમિશન પર ગ્રાહકો શોધવા અને દારૂ પહોંચાડવાનું કામ કરતા હતા: વિમલ મયુર ખરગીયા (રહે. સર્વોદય સોસાયટી, સુરેન્દ્રનગર) નરેન્દ્રસિંહ હરીશચંદ્રસિંહ ઝાલા (રહે. પ્રતાપપાર્ક, સુરેન્દ્રનગર) ભાવેશ મનોજ મીનાવત (રહે. જોરાવરનગર) જ્યારે મકાન માલિક અને મુખ્ય આરોપી જયદીપસિંહ ઉર્ફે ભયલુ છત્રસિંહ ઝાલા રેડ દરમિયાન નાસી છૂટ્યો હતો, જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ ટીમ આ સફળ કામગીરીમાં પ્રોબેશનરી ASP કરણકુમાર પન્ના, ASI રવિ રાણા, હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ, અશોકસિંહ તેમજ કોન્સ્ટેબલ વિજયસિંહ અને યુવરાજસિંહ સહિતનો સ્ટાફ જોડાયો હતો.
Read Original Article →