જોરાવનગર વોર્ડ 9 કાઉન્સિલરો દ્વારા:200 લીટર ઠંડી મસાલા છાસનું નિઃશુલ્ક વિતરણ
જોરાવનગર મેઈન બજાર ખાતે વોર્ડ નંબર 9ના કાઉન્સિલરો રાજેન્દ્રકુમાર પ્રભુદાસ રાઠોડ અને લાલભા ગોહિલ દ્વારા નિઃશુલ્ક છાસ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ ઉનાળાની ગરમીથી રાહત આપવાનો હતો. આ કાર્યક્રમ હેઠળ, બજારમાંથી પસાર થતા રાહદારીઓ, વાહનચાલકો, શ્રમિકો અને સ્થાનિક વેપારીઓ માટે ૨૦૦ લીટર શુદ્ધ અને ઠંડી મસાલા છાસનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. કાઉન્સિલરોએ જણાવ્યું કે, "આ પ્રચંડ ગરમીમાં લોકોના સ્વાસ્થ્યને રાહત મળે અને ડિહાઇડ્રેશનથી બચી શકાય તેવા હેતુથી આ સેવાનું આયોજન કરવામાં આવ્યું છે. પોતાના વિસ્તારના નાગરિકોની સુખાકારી અમારી પ્રાથમિકતા છે." આ સેવાકીય કાર્યક્રમનો સેંકડો લોકોએ લાભ લીધો હતો. લોકોએ વોર્ડ નંબર 9 ના પ્રતિનિધિઓ રાજેન્દ્રકુમાર રાઠોડ અને લાલભા ગોહિલની આ પહેલની પ્રશંસા કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્થાનિક કાર્યકરો અને આગેવાનોએ સહયોગ આપ્યો હતો.
Read Original Article →