માવઠા સહિત ઋતુની અસર:ઝાલાવડમાં 2025ના માર્ચમાં ઝાડા ઉલટીના 343, 2026ના માર્ચમાં 583 કેસ

Gujarat4/9/2026, 2:03:19 AM
માવઠા સહિત ઋતુની અસર:ઝાલાવડમાં 2025ના માર્ચમાં ઝાડા ઉલટીના 343, 2026ના માર્ચમાં 583 કેસ
સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ચ -2025માં 1,20,524 ઓપીડી સામે માર્ચ-26માં 1,17,162 ઓપીડી નોંધાઇ હતી. આ સમયગાળા દરમિયાન ઝાડા ઉલટીના 343ની સામે 583, ટાઇફોડના 2 સામે 12, શરદી ઉધરસના 573ની સામે 737 કેસ નોંધાયા હતા. જ્યારે મેલેરીયાના 1 પોઝિટિવ સાથે 3ની સામે 3 સાદા કેસ જોવા મળ્યા હતા. માર્ચ-25માં 36570ની સામે માર્ચ-26માં 37684 લોહીના નમૂના લેવાયા હતા. માર્ચ-25માં ડેન્ગ્યુ માટે 31 લોકોના લોહીના નમૂનામાંથી 2 પોઝિટિવ અને માર્ચ 26માં 20 નમૂનામાંથી 0 કેસ નોંધાયો હતો. ચિકનગુનીયામાં 9 લોહીના નમૂનામાંથી 1 અને માર્ચ-26માં 13 લોહીના નમૂનામાંથી 0 કેસ ધ્યાને આવ્યો હતો. 2025ના જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ સહિત કુલ ત્રણ મહિનામાં ઓપીડી 3,47,206ની સામે 2026ના ત્રણ માસમાં 3,37,805 રહી હતી. ડેન્ગ્યુમાં 97 લોહીના નમૂનામાંથી 5 પોઝિટિવની સામે 20 નમૂનામાંથી 0 કેસ, ચિકનગુનિયામાં 28ની સામે 2 તેમજ 25માંથી 1 કેસ પોઝિટીવ કેસ આવ્યો હતો. આમ જિલ્લામાં બદલાતી માવઠા સહિત ઋતુની અસર જોવા મળી હતી. બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં રોગ અટકાયતી માટે જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. યાજ્ઞિક, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી.જી. ગોહિલની સૂચનાથી જિલ્લા મેલેરીયા અધિકારી ડો. જયેશ રાઠોડના માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા કક્ષાએથી ધારાબેન મોદી, અરવિંદભાઈ માલવણીયા, મનોજસિંહ પરમાર સહિત ટીમ સાથે કામગીરી કરવામાં આવી રહી છે. પાણીજન્ય રોગચાળાને લીધે થાન શહેરી વિસ્તારમાં ટાઇફોડના 10 કેસ જિલ્લામાં માર્ચ મહિનામાં કુલ 12 ટાઇફોડના કેસ નોંધાયા હતા. જેમાં થાન શહેરી વિસ્તારોમાં જ આ સમયગાળા દરમિયાન પાણી લીકેજના કારણે 10 કેસ જોવા મળ્યા હતા. પાણીજન્ય રોગચાળાના લઇને થાન શહેરી વિસ્તારને આઉટ બ્રેક જાહેર કરાયો હતો.
Read Original Article →