મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ:સેવાકીય કાર્યક્રમોના આયોજન માટે વીડિયો કોન્ફરન્સ યોજાઈ

Gujarat6/2/2026, 12:41:10 PM
મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ:સેવાકીય કાર્યક્રમોના આયોજન માટે વીડિયો કોન્ફરન્સ યોજાઈ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારે 12 સફળ વર્ષ પૂર્ણ કર્યા છે. આ અવસરે વડાપ્રધાનના 'સેવા-યજ્ઞ'ને લોકો સુધી પહોંચાડવા રાજ્યભરમાં વિવિધ લોકાભિમુખ અને સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઉજવણીના ભાગરૂપે યોજાનારા કાર્યક્રમોની પૂર્વતૈયારી અને આયોજન માટે એડિશનલ ચીફ સેક્રેટરી (પર્સનલ)ના અધ્યક્ષસ્થાને ઉચ્ચ સ્તરીય વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. આ કોન્ફરન્સમાં જિલ્લા કલેકટર જી. એચ. સોલંકી, એસપી પ્રેમસુખ ડેલું, આરડીસી કે. આર. પટેલ, ડીડીઓ કે. એસ. યાજ્ઞિક સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓએ હાજરી આપી હતી. વીડિયો કોન્ફરન્સ દરમિયાન, આગામી સેવાકીય અને કલ્યાણકારી કાર્યક્રમોનું માળખું નક્કી કરાયું હતું. અધ્યક્ષસ્થાનેથી ACS (પર્સનલ) દ્વારા કાર્યક્રમોના સફળ અમલીકરણ, આયોજનની રૂપરેખા અને વહીવટી સંકલન અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું. બેઠકમાં કેન્દ્ર સરકારની છેલ્લા 12 વર્ષની જનકલ્યાણની યોજનાઓ અને વિકાસના કાર્યોનો લાભ સમાજના છેવાડાના માનવી સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા પર ભાર મુકાયો હતો. આ મહોત્સવ સાચા અર્થમાં 'જનભાગીદારી'નો ઉત્સવ બને તે માટે નક્કર આયોજન કરવા સૂચના અપાઈ હતી. તમામ અધિકારીઓએ આ અવસરને સફળ બનાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
Read Original Article →