સરકારી ક્વાર્ટર્સ આવારા તત્વોનો અડ્ડો બન્યા:નર્મદા કોલોનીમાં રાત્રે નશાની મહેફીલ‎સ્થાનિકોની પોલીસવડાને રજૂઆત‎

Gujarat5/26/2026, 12:00:00 AM
સરકારી ક્વાર્ટર્સ આવારા તત્વોનો અડ્ડો બન્યા:નર્મદા કોલોનીમાં રાત્રે નશાની મહેફીલ‎સ્થાનિકોની પોલીસવડાને રજૂઆત‎
સુરેન્દ્રનગર શહેરના મફતિયાપરા વિસ્તારમાં આવેલા નર્મદા સરકારી ક્વાર્ટર્સ હાલ અસામાજિક અને આવારા તત્વોનો મુક્ત અડ્ડો બની ગયા હોવાની ગંભીર ફરિયાદ ઉઠી છે. રાત્રિના સમયે અહીં નશીલા પદાર્થોનું સેવન કરીને ધમાલ મચાવતા તત્વોના કારણે સ્થાનિક રહીશો અને ખાસ કરીને મહિલાઓની સુરક્ષા સામે મોટો ખતરો ઊભો થયો છે. આ ગંભીર પરિસ્થિતિથી કંટાળીને ત્રસ્ત બનેલા કોલોનીના રહીશોએ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાને લેખિત અરજી કરી કડક કાયદાકીય પગલાં ભરવાની ઉગ્ર માંગ કરી છે. સુરેન્દ્રનગર શહેરના મફતિયાપરા વિસ્તારમાં આવેલા નર્મદા સરકારી ક્વાર્ટર્સ હાલ અસામાજિક અને આવારા તત્વોનો મુક્ત અડ્ડો બની ગયા હોવાની ગંભીર ફરિયાદ ઉઠી છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડાને રહીશોએ કરેલી રજૂઆત મુજબ નર્મદા કોલોનીના સરકારી ક્વાર્ટર્સમાં રોજ રાત્રે અસામાજીક તત્વો ટોળું એકઠું થાય છે. આ અસામાજિક તત્વો ત્યાં જાહેરમાં નશીલા પદાર્થો પીને બિભત્સ ગાળાગાળી કરે છે તેમજ આસપાસ હોબાળો મચાવે છે. મોડી રાત્રે થતી આ ગંદી ગાળાગાળીના કારણે લોકોનું ઘરમાં રહેવું પણ મુશ્કેલ બન્યું છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે આવારા તત્વોના આ આતંક સામે જ્યારે ગલીના રહીશો એકઠા થઈને વિરોધ કરે છે અથવા તેમને ટોકે છે, ત્યારે આ તત્વો કોઈનું પણ માનતા નથી. ઉલટાનું, તેઓ સ્થાનિક રહીશોને જ ધમકાવે છે અને તેમના પર પોલીસમાં ખોટા આરોપો લગાવીને અરજીઓ આપી ફસાવી દેવાની ખુલ્લી ચીમકીઓ આપે છે. આથી સ્થાનિકોએ માંગ કરી છે કે કોલોનીમાં રાત્રિ પેટ્રોલિંગ વધારવામાં આવે અને નશાખોરી કરતા તત્વોને પકડી જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે જેથી નિર્દોષ પરિવારો શાંતિથી જીવી શકે.
Read Original Article →