ફાટસર ગણપતિ મંદિરે જન્મોત્સવની તૈયારીઓ શરૂ:મોટી ચોથ પર્વે વિશેષ શૃંગાર, મહાભિષેક, ધ્વજારોહણ થશે

Gujarat4/9/2026, 5:40:30 AM
ફાટસર ગણપતિ મંદિરે જન્મોત્સવની તૈયારીઓ શરૂ:મોટી ચોથ પર્વે વિશેષ શૃંગાર, મહાભિષેક, ધ્વજારોહણ થશે
સુરેન્દ્રનગર જિલ્લાના જગપ્રસિદ્ધ સ્વયંભૂ ફાટસર ગણપતિ મંદિરે આગામી 20 એપ્રિલ, 2026ના રોજ ભગવાન ગણપતિનો જન્મોત્સવ ઉજવાશે. આ પવિત્ર પ્રસંગની ઉજવણી માટે મંદિરમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ગણપતિ આશ્રમ મંદિરના મહામંડલેશ્વર મહંત રામાશ્રય દાસજીએ જણાવ્યું હતું કે, જન્મોત્સવના દિવસે વિશેષ શૃંગાર જાખી, ધ્વજારોહણ, મહાભિષેક, પૂજા વિધિ અને થાળ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર પ્રસંગની સેવા-પૂજાનો લ્હાવો રાજીવભાઈ શાહ, કિનીતાબેન વંડરા, જીગરભાઈ આર.એન. પટેલ, હિંમતભાઈ વંડરા અને ભરતભાઈ વંડરા સહિતના ભક્તો દ્વારા લેવામાં આવ્યો છે. સેવકો અને ગુરુ ભક્તોએ આ જન્મોત્સવને ધામધૂમથી ઉજવવા માટે તૈયારીઓ આરંભી દીધી છે.
Read Original Article →