દુધરેજ વડવાળા મંદિરે પર્યાવરણ દિવસે 51 વૃક્ષો વાવ્યા:શીતલ ગૌશાળા અને કન્યા છાત્રાલયમાં વૃક્ષારોપણ કરાયું
સમગ્ર વિશ્વમાં 'વિશ્વ પર્યાવરણ દિવસ'ની ઉજવણીના ભાગરૂપે, સુરેન્દ્રનગર નજીક આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ગુરુગાદી વડવાળા મંદિર, દુધરેજ દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. 5 જૂનના રોજ શીતલ ગૌશાળા અને સદગુરુ કલ્યાણદાસ બાપુ કન્યા છાત્રાલય ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે વડવાળા મંદિરના પરમ પૂજ્ય જગતગુરુ કાણિરામદાસજી બાપુ, કોઠારી એમ. કે. દાસજી બાપુ, લઘુ મહંત નગરદાશ બાપુ સહિત અન્ય સંતો ઉપસ્થિત રહ્યા હતા. સંતોના વરદહસ્તે ગૌશાળા પરિસરમાં શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે ૫૧ જેટલા વૃક્ષોના છોડ વાવીને પ્રકૃતિનું જતન કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો. આ પ્રસંગે સંતોએ જણાવ્યું કે, વૃક્ષો ધરતીનું ઘરેણું છે અને પ્રકૃતિની રક્ષા એ જ સાચી પ્રભુ સેવા છે. ભારતીય સંસ્કૃતિમાં પ્રકૃતિ અને ગાય માતાની સેવાનો મહિમા અપરંપાર છે. ગૌશાળા પરિસરમાં કરાયેલું આ વૃક્ષારોપણ આવનારી પેઢીને શુદ્ધ હવા અને પક્ષીઓને આશ્રય આપશે. આ કાર્યક્રમમાં ગૌશાળાના સેવકો, હરિભક્તો અને સ્થાનિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌએ વાવેલા તમામ વૃક્ષોના ઉછેર અને જતન માટેની જવાબદારી સ્વીકારી હતી. વડવાળા મંદિર દ્વારા પર્યાવરણની શુદ્ધિ માટે કરવામાં આવેલા આ સરાહનીય કાર્યને ભક્તો અને પ્રકૃતિપ્રેમીઓએ બિરદાવ્યું હતું.
Read Original Article →