સાયલાના ડોળિયામાં ખેડૂત આગેવાનના ઘરમાં ચોરી:દરવાજા તોડી લાખો રૂપિયાના સોનાના દાગીના ચોરી તસ્કરો ફરાર
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ડોળિયા ગામમાં વહેલી સવારે ચોરીનો બનાવ બન્યો છે. ખેડૂત આગેવાન રમેશ મેરના ઘરમાંથી તસ્કરો લાખો રૂપિયાના સોનાના દાગીના ચોરી ફરાર થઈ ગયા હતા. પ્રાથમિક માહિતી મુજબ, રાત્રિના આશરે 4 વાગ્યાની આસપાસ તસ્કરોએ ઘરના દરવાજા તોડી પ્રવેશ કર્યો હતો. તેઓ આશરે 7 તોલા સોનાના દાગીના, જેમાં વીંટી, ચેઈન, પેન્ડલ અને બુટ્ટીનો સમાવેશ થાય છે, તે ચોરીને ફરાર થઈ ગયા હતા. ચોરીની જાણ થતાં ખેડૂત આગેવાન રમેશ મેરે તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરી હતી. તેમણે આ અંગે અરજી પણ આપી હતી. સાયલા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સાયલા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી ચોરીના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે.
Read Original Article →