ધ્રાંગધ્રાના ગાજણવાવ ગામે તળાવમાં 9 યુવકો ડૂબ્યાં:7નો બચાવ, અમદાવાદના એક સગીર અને એક યુવકનું મોત

Gujarat5/12/2026, 1:04:02 PM
ધ્રાંગધ્રાના ગાજણવાવ ગામે તળાવમાં 9 યુવકો ડૂબ્યાં:7નો બચાવ, અમદાવાદના એક સગીર અને એક યુવકનું મોત
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામે એક દુઃખદ ઘટના બની છે. ગામના તળાવમાં નાહવા પડેલા બે યુવકોના ડૂબી જવાથી મોત થયા છે. આ યુવકો અમદાવાદથી માતાજીના માંડવે આવ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાંથી કુલ 9 જેટલા યુવકો ગાજણવાવ ગામે માતાજીના માંડવામાં ભાગ લેવા આવ્યા હતા. તેઓ ગામના તળાવમાં નાહવા પડ્યા હતા. નાહવા પડેલા 9 યુવકોમાંથી 7 યુવકોનો આબાદ બચાવ થયો હતો, જ્યારે એક યુવક અને એક સગીર પાણીમાં ડૂબી જવાથી ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. આ ઘટનાથી ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મૃતક યુવકોની ઓળખ અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રહેતા મોહિત છાસીયા (ઉંમર 19 વર્ષ) અને રચિત દિલીપભાઈ (ઉંમર 17 વર્ષ) તરીકે થઈ છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →