સુરેન્દ્રનગરમાં GSPCના સહયોગથી 21 આંગણવાડી કેન્દ્રો બનશે:ધ્રાંગધ્રાના નિમકનગરથી બાંધકામનો પ્રારંભ, બાળકો-માતાઓને મળશે આધુનિક સુવિધા

Gujarat5/23/2026, 2:57:52 PM
સુરેન્દ્રનગરમાં GSPCના સહયોગથી 21 આંગણવાડી કેન્દ્રો બનશે:ધ્રાંગધ્રાના નિમકનગરથી બાંધકામનો પ્રારંભ, બાળકો-માતાઓને મળશે આધુનિક સુવિધા
સુરેન્દ્રનગર જિલ્લામાં બાળકો અને માતાઓના સર્વાંગી વિકાસ તથા પોષણને પ્રાધાન્ય આપવા માટે GSPCના વિશેષ સહયોગથી કુલ 21 નવા આંગણવાડી કેન્દ્રોના મકાનો મંજૂર કરવામાં આવ્યા છે. આ જનકલ્યાણકારી યોજના અંતર્ગત ધ્રાંગધ્રા તાલુકાના નિમકનગર ગામેથી નવા આંગણવાડી કેન્દ્રના બાંધકામનો શુભારંભ થયો છે. નિર્માણ પામનારા આ આધુનિક કેન્દ્રોમાં બાળકો માટે અનુકૂળ અને આનંદદાયક શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવામાં આવશે. આ ઉપરાંત, અહીં સ્વચ્છતા માટેની પૂરતી સુવિધાઓ, પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા અને બાળ વિકાસને વેગ આપે તેવી તમામ જરૂરી સવલતો ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સુરક્ષિત અને સુવિધાસભર મકાનોનું નિર્માણ કાર્ય પૂર્ણ થતાં જ સ્થાનિક વિસ્તારના બાળકો અને માતાઓને વધુ સારી અને ગુણવત્તાયુક્ત સેવાઓ પ્રાપ્ત થશે. આનાથી જિલ્લાના બાળ વિકાસ અને પોષણ કાર્યક્રમોને નવી મજબૂતી મળશે.
Read Original Article →