આજે વિશ્વ સાયકલ દિવસ:મોંઘા ઈંધણનો ઈલાજ, સાયકલના વેચાણમાં 30%નો ઉછાળો

Gujarat6/3/2026, 12:00:00 AM
આજે વિશ્વ સાયકલ દિવસ:મોંઘા ઈંધણનો ઈલાજ, સાયકલના વેચાણમાં 30%નો ઉછાળો
આજે 3 જૂનના દિવસને સમગ્ર વિશ્વમાં સાયકલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષોથી સાયકલ એ પરિવહનનું સર્વોત્તમ અને સરળ સાધન રહ્યું છે અને પેટ્રોલ, ડિઝલથી ચાલતા વાહનોથી થતા પ્રદૂષણને બદલે સાયકલના વપરાશથી પર્યાવરણનું તો રક્ષણ થાય છે. સાથે સાથે સાયકલ ચલાવનારનું સ્વાસ્થ પણ ઉત્તમ રહે છે. ઝાલાવાડમાં હાલ ઈંધણના વધતા ભાવ અને લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા આવતા સાયકલના વેચાણમાં છેલ્લા 10થી 30 ટકાથી વધુનો વધારો નોંધાયો છે. વાહનવ્યવહારનું સરળ માધ્યમ એવી સાયકલ ફરી માંગ વધી રહી છે. બે વર્ષથી સાયકલના ભાવમાં કોઈ પણ વધારો ન થતા સુરેન્દ્રનગર જિલ્લામાં 50થી વધુ સાયકલના વેપારીઓ છે. જેવો દૈનિક 150થી વધુ સાયકલનું વેચાણ કરે છે. જેમાં સૌથી વધુ બાળકોની માટે સાયકલ ખરીદી થાય છે. તથા યુવાનોમાં પણ સ્વાસ્થ્ય જાળવણી માટે ખરીદતા હોય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષે 21.19 કરોડની સાઇકલનું વેચાણ થાય છે. આમ લોકો જાગૃત બને બની પરિવહનના વર્ષો જૂના આ સાધનને જીવંત રાખી પર્યાવરણને બચાવવામાં સહયોગી બને છે. હૃદય અને ડાયાબિટિસના દર્દી માટે સંજીવની સાયકલ ચલાવવાથી સંપૂર્ણ શરીરને કસરત તો મળે જ છે. તેમજ સાથે સાથે હાલ બદલાતી જીવન શૈલીમાં બેઠાળુ જીવન અને તેનાથી થતા ખાસ કરીને ડાયાબીટીસ, બ્લડપ્રેશર જેના અનેક રોગમાં સાયકલિંગ કરવું ખુબ જ લાભદાયક રહે છે. તેમજ પેટ્રોલ અને ડિઝલથી ચાલતા વાહનોના બદલે સાયકલના ઉપયોગથી પર્યાવરણને પ્રદૂષણથી પણ બચાવી શકાય છે. - ડો. સૌરભ ગોસ્વામી, ડીએમ હાર્ટ સર્જન આરોગ્ય પ્રત્યે લોકો વધુ ચિંતિત બન્યા બદલાતી જીવનશૈલી બાદ લોકો પોતાના આરોગ્ય પ્રત્યે વધુ ચિંતીત બન્યા છે. રોજ નિયમીત કસરત માટે સાયકલીંગ ઉત્તમ વિકલ્પ હોવાથી અને હાલ ઇંધણના વધતા ભાવોને લઇ જિલ્લામાં સાયકલનું વેચાણ 30 ટકા વધ્યુ છે. અમુક લોકો તો પબ્લીક ટ્રાન્સપોર્ટ કે, દ્વીચક્રી વાહનોનો ઉપયોગ ટાળવા પોતાની દુકાને કે ઓફિસે પણ સાયકલ લઇને જતા થયા છે. - દર્શનભાઇ શાહ, સુરેન્દ્રનગર સાયલકલ વેપારી એસોસિએશન સેક્રેટરી સાઇકલના ઉપયોગથી 78 વર્ષે પણ શરીર સક્ષમ મેદાનમાં રમતમાં ભાગ લઉ ત્યારે હું પોતાને યુવાન હોય એવુ અનુભુતી કરૂ છું જીવનમાં ફીટ રહેવા માટે મારી દિનચર્યામાં હુ સવારે વહેલા ઉઠવાનુ અને વહેલા સર નાહી તેયાર થવાનુ તથા સવારે દોઢ કલાક વિવિધ સાત પ્રકારની કસરત કરવાની મારે પોતાનાવાહન છે પરંતુ હુ આજેય સાયકલ પર અવર જવર કરવાનુ પસંદ કરૂ છુ આથી રમત ગમતમાં 78 વર્ષે આજેય એકટીવ છુ અત્યાર સુધીમાં 30 થી વધુ મેડલ જીતી ચુક્યો છુ નેશનલથી લઇ મલેશીયા, દુબઇ, શીંગાપોર સહિત દેશોમાં પણ જઇ ઇન્ટરનેશનલ કક્ષાએ પણ રમત રમી છે.જો જીવનમાં ઢળતી ઉમરે પણ સક્રિય રહેવુ હોય તો સાઇકલથી શ્રૈષ્ઠ બીજુ કાંઇ જ નથી. - જનકભાઇ મકવાણા, 78 વર્ષીય એથ્લીટ
Read Original Article →