કલેકટર સોલંકીએ વઢવાણ જનગણના તાલીમ કેન્દ્રની મુલાકાત લીધી:2027ની ભારતીય જનગણનાના પ્રથમ તબક્કાની તાલીમનું નિરીક્ષણ કર્યું

Gujarat5/21/2026, 6:36:18 AM
કલેકટર સોલંકીએ વઢવાણ જનગણના તાલીમ કેન્દ્રની મુલાકાત લીધી:2027ની ભારતીય જનગણનાના પ્રથમ તબક્કાની તાલીમનું નિરીક્ષણ કર્યું
ભારત સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ 'ભારતીય જનગણના - 2027' ના પ્રથમ તબક્કાના યોગ્ય સંચાલન માટે વઢવાણ તાલુકા ખાતે ત્રિદિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વઢવાણની દાજીરાજજી હાઈસ્કૂલ ખાતે ચાલી રહેલા આ તાલીમ કેન્દ્રની જિલ્લા કલેકટર જી. એચ. સોલંકીએ મુલાકાત લીધી હતી. આ તાલીમ કાર્યક્રમ જનગણનાના પ્રથમ તબક્કા તરીકે હાથ ધરાનાર 'ઘરગણના' (Houselisting and Housing Census) ની પ્રક્રિયાને ક્ષતિરહિત અને સફળ બનાવવા માટે યોજાયો છે. વઢવાણ તાલુકાના તમામ નિયુક્ત ગણતરીદારો (Enumerators) અને સુપરવાઇઝરો (Supervisors) આ શિબિરમાં ઉપસ્થિત રહ્યા હતા. તાલીમ સત્ર દરમિયાન ઉપસ્થિત તમામ કર્મચારીઓને ઘરગણનાની કામગીરી અંગે વિસ્તૃત અને ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. જેમાં ઘરોની યાદી તૈયાર કરવી, મકાનોના પ્રકાર અને ઉપલબ્ધ સુવિધાઓની સાચી માહિતી કેવી રીતે એકત્રિત કરવી તેની ઝીણવટભરી સમજ આપવામાં આવી. જનગણના 2027 અંતર્ગત ડેટા કલેક્શન માટે ઉપયોગમાં લેવાતી ડિજિટલ એપ્લિકેશન અને ટેકનિકલ સાધનોના ઉપયોગ અંગે લાઈવ ડેમો આપીને તાલીમ આપવામાં આવી. આ ઉપરાંત, ગણતરી દરમિયાન નાગરિકોને પૂછવામાં આવનારા પ્રશ્નો અને તેની આદર્શ નોંધણી અંગે સુપરવાઇઝરો દ્વારા ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.
Read Original Article →