સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખે નવા હોદ્દેદારોને અભિનંદન:ચોટીલા-ધાંગધ્રા નગરપાલિકાના પદાધિકારીઓને પ્રજાલક્ષી કાર્યો માટે શુભકામનાઓ આપી

Gujarat5/19/2026, 1:39:59 PM
સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખે નવા હોદ્દેદારોને અભિનંદન:ચોટીલા-ધાંગધ્રા નગરપાલિકાના પદાધિકારીઓને પ્રજાલક્ષી કાર્યો માટે શુભકામનાઓ આપી
સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયાએ 'નમો કમલમ્' કાર્યાલય ખાતે ચોટીલા અને ધાંગધ્રા નગરપાલિકાના નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે તમામ પદાધિકારીઓને પ્રજાલક્ષી કાર્યો માટે શુભકામનાઓ આપી હતી. ધાંગધ્રા નગરપાલિકાના નવનિયુક્ત હોદ્દેદારોમાં પ્રમુખ તરીકે દામીનીબેન સંજીવભાઈ ગોવાણી, ઉપપ્રમુખ તરીકે સહદેવસિંહ જયમલસિંહ જાડેજા, કારોબારી ચેરમેન તરીકે પ્રવિણભાઈ નારાયણભાઈ ઘાંઘલ, પક્ષના નેતા તરીકે સતિષભાઈ ગણેશભાઈ ડાભી અને દંડક તરીકે રાજેશભાઈ ધનજીભાઈ પટેલનો સમાવેશ થાય છે. તેવી જ રીતે, ચોટીલા નગરપાલિકાના નવનિયુક્ત હોદ્દેદારોમાં પ્રમુખ તરીકે લલીતભાઈ પુંજાભાઈ જાદવ, ઉપપ્રમુખ તરીકે પ્રતાપભાઈ ડકુભાઈ ખાચર, કારોબારી ચેરમેન તરીકે મેહુલભાઈ કિશોરચંદ્ર ઉપાધ્યાય, પક્ષના નેતા તરીકે હેતલબેન તુષારભાઈ પરમાર અને દંડક તરીકે લાલજીભાઈ પ્રેમજીભાઈ વાલાણિનો સમાવેશ થાય છે. જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયાએ આશા વ્યક્ત કરી હતી કે, આ નવનિયુક્ત નેતૃત્વ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'સુશાસન અને વિકાસ'ના સંકલ્પને વરેલી સરકારની જનકલ્યાણકારી યોજનાઓ અને પ્રજાલક્ષી કાર્યોને છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
Read Original Article →