બેઠક:7 મોટા હેડ વર્ક્સ પર બંને વિભાગોને‎સંકલનથી કામ કરવા આદેશ કરાયો‎

Gujarat6/3/2026, 12:00:00 AM
બેઠક:7 મોટા હેડ વર્ક્સ પર બંને વિભાગોને‎સંકલનથી કામ કરવા આદેશ કરાયો‎
ચોટીલા, થાન, સાયલા અને મૂળી તાલુકાના અનેક ગામોમાં પાણી પુરવઠાના મુખ્ય હેડ વર્ક્સ પર અવાર-નવાર થતા પાવર ટ્રિપિંગના કારણે પાણી વિતરણ વ્યવસ્થામાં મુશ્કેલીઓ પડે છે. આથી ચોટીલાના નાયબ કલેક્ટર પાણી પુરવઠા વિભાગ અને પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજી હતી. વીજ વિક્ષેપ નિવારીને પ્રજાને પૂરતું પાણી આપવા માટે બંને વિભાગોને પરસ્પર મજબૂત સંકલન સાથે કામ કરવા સૂચના આપી હતી. ઘોળીઘજા ડેમ હેડ વર્કસ, ફુલગ્રામ હેડ વર્કસ, ઢેઢુકી હેડ વર્કસ, ચાણપા હેડ વર્કસ, ચોબારી હેડ વર્કસ, ઝીંઝુડા હેડ વર્કસ, થાનગઢ હેડ વર્કસ મારફત આવતા પાણી અંગે ચર્ચા કરી તેમજ આ સુરેન્દ્રનગર ઈન્ટેગ્રેટેડ ફેઇઝ - 2 નિવારણ પાણી પુરવઠા યોજનાના અંતર્ગત આવતા ગામોમાં પાણી વિતરણ વ્યવસ્થા નિયમિત રહે તે માટે પીજીવીસીએલ દ્વારા સતત વીજ પુરવઠો જળવાઈ રહે તે અંગે ભાર મૂકાયો. અધિકારીઓને સૂચના અપાઈ કે ટેકનિકલ ખામીઓને પ્રાથમિકતા આધારે દૂર કરી પાણી પુરવઠો જાળવવામાં આવે. બંને વિભાગોને જરૂરી પગલાં લેવા સૂચના ગ્રામજનોને પીવાના પાણીની સમસ્યા ન ઉભી થાય તે માટે બંને વિભાગોએ સંકલન સાથે કાર્ય કરવું અનિવાર્ય છે. બેઠકના અંતે પીજીવીસીએલ વિભાગ દ્વારા ખાતરી આપવામાં આવી કે જરૂરી પગલાં લઈને હેડ વર્ક્સ પર સતત વીજ પુરવઠો ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેથી પાણી પુરવઠાની વ્યવસ્થા સુધારી શકાય અને પ્રજાને પડતી તકલીફોમાં રાહત મળી શકે. { એચ.ટી. મકવાણા, નાયબ કલેકટર
Read Original Article →