ધોળીધજા ડેમમાં પાણી પુરવઠો જાળવવા તાત્કાલિક કામગીરી:મહાનગરપાલિકાની 10 તરવૈયાની ટીમે 3 કલાકમાં ઇન્ટેક કન્ટેનર ખસેડ્યું

Gujarat5/28/2026, 1:11:04 PM
ધોળીધજા ડેમમાં પાણી પુરવઠો જાળવવા તાત્કાલિક કામગીરી:મહાનગરપાલિકાની 10 તરવૈયાની ટીમે 3 કલાકમાં ઇન્ટેક કન્ટેનર ખસેડ્યું
શહેરીજનોને પાણી પુરવઠો યથાવત મળી રહે તે હેતુથી ધોળીધજા ડેમ સાઇટ પર તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી છે. મહાનગરપાલિકાની 10 તરવૈયાઓની ટીમે પાણી ઇન્ટેક માટેનું કન્ટેનર સફળતાપૂર્વક ખસેડ્યું છે. પાણીનું સ્તર ઘટતા, ઇન્ટેક કન્ટેનર 6 ફૂટના પાણીના લેવલ પર હતું. ટીમે તેને 15 ફૂટના લેવલ પર માત્ર 3 કલાકમાં શિફ્ટ કર્યું હતું. આ ઝડપી કાર્યવાહીને કારણે શહેરનો પાણી પુરવઠો પૂર્વવત્ કરવામાં સફળતા મળી છે. નવા કમિશનરએ ચાર્જ સંભાળતા જ સિટી એન્જિનિયર વિભાગ એક્શન મોડમાં આવ્યું હતું. અને પાણી પુરવઠાની સમસ્યાને પહોંચી વળવા આ મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું. અધિકારીઓએ ખાતરી આપી છે કે નર્મદા કેનાલની મેન્ટેનન્સ કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી શહેરવાસીઓને પૂરતો પાણી પુરવઠો મળતો રહેશે.
Read Original Article →