સુરેન્દ્રનગરમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો:આણંદપુર સીમમાંથી 5.94 લાખના 2160 ચપલા LCBએ પકડ્યા
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ આણંદપુર ગામની સીમમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે 5,94,000 રૂપિયાની કિંમતના 2160 દારૂના ચપલા કબજે કર્યા છે. આ મામલે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ (IPS) એ જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે વિશેષ પેટ્રોલિંગ અને પરિણામલક્ષી કામગીરી કરવા LCB પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજાને સૂચના આપી હતી. આ સૂચનાના આધારે, LCB પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા, પો.સબ.ઇન્સ. જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્ક્વોડના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. એન.એ. રાયમાએ અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગ શરૂ કર્યું હતું. તેમને મળેલી બાતમીના આધારે, આણંદપુર ગામની સીમમાં એક આરોપીની વાડી પાસે જમીનમાં ખાડો કરીને સંતાડેલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી પ્લાસ્ટિકના સીલબંધ 180 ml ના 2160 વિદેશી દારૂના ચપલા કબજે કર્યા હતા, જેની કુલ કિંમત 5,94,000 રૂપિયા થાય છે. આ ગુનામાં શાહીલ ઇદ્રીશ ભટી (રહે. આણંદપુર, તા. ચોટીલા, જી. સુરેન્દ્રનગર) અને તપાસમાં ખુલે તેવા અન્ય આરોપીઓ સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું છે. આણંદપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કામગીરીમાં LCB ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા, પો.સબ.ઇન્સ. જે.વાય. પઠાણ, પેરોલ ફર્લો સ્ક્વોડના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. એન.એ. રાયમા, તેમજ સ્ટાફના પો.હેડ કોન્સ. પ્રવિણ કોલા, પો.હેડ કોન્સ. દેવરાજ જોગરાજીયા, પો.કોન્સ. વજા સાનીયા અને પો.કોન્સ. મેહુલ મકવાણા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.
Read Original Article →