લોહીનો સંબંધ:બંને કિડની ફેઈલ થઈ જતાં સુરેન્દ્રનગરની બહેને ડાકોર સ્થિત ભાઈને કિડની આપી નવજીવનબક્ષ્યું
આજના આધુનિક યુગમાં જ્યાં સંબંધો માત્ર સ્વાર્થ પૂરતા મર્યાદિત બનતા જાય છે, ત્યાં સુરેન્દ્રનગરની એક મહિલાએ પોતાના ભાઈ પ્રત્યેના અતૂટ પ્રેમ અને સમર્પણનું અદભૂત ઉદાહરણ પૂરું પાડ્યું છે. સુરેન્દ્રનગરની હરિપ્રકાશ સોસાયટીમાં રહેતા દીપિકાબેને ડાકોર ખાતે રહેતા અને બંને કિડની ફેલ થવાથી પોતાના ભાઈ પ્રિતેશભાઈને પોતાની કિડની દાનમાં આપીને નવું જીવન બક્ષ્યું છે. બ્લડ રિલેશનમાં કિડની વધુ સફળતાપૂર્વક મેચ થાય છે તેવી જાણકારી મળતા જ બહેને ક્ષણનો પણ વિલંબ કર્યા વગર અંગદાનનો નિર્ણય લીધો હતો. સુરેન્દ્રનગરમાં રહેતી મહિલાએ ડાકોર રહેતા ભાઈને કિડની આપી ભાઈ-બહેનના પવિત્ર સબંધને ઉજળો કર્યો છે. મૂળ ડાકોરના 48 વર્ષીય પ્રિતેશભાઈ તેજાભાઈ દેસાઈ છેલ્લા 12-15 વર્ષથી કિડનીની ગંભીર બીમારીથી પીડાતા હતા, જેમાં દર મહિને અંદાજે 25 હજાર રૂપિયાનો જંગી ખર્ચ થતો હતો. તાજેતરમાં તેમની બંને કિડની ફેલ થતા તબીબોએ કિડની ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપી હતી. આ કપરા સમયે સુરેન્દ્રનગર ખાતે સાસરી ધરાવતા તેમના બહેન 46 વર્ષીય દીપિકાબેન સંદિપભાઇ પાણકુટા વહારે આવ્યા હતા. દીપિકાબેને સોશિયલ મીડિયા અને યુટ્યુબના માધ્યમથી કિડની ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા અને તેની સુરક્ષા વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો અને ભાઈને બચાવવાનો મક્કમ નિર્ધાર કર્યો હતો. યુટ્યુબ પર ટ્રાન્સપ્લાન્ટની વિગતો જાણી દીપિકાબેને લીધો હિંમતભર્યો નિર્ણય લીધો હતો. ભાઇને કીડની આપવાની નિર્ધાર કર્યા બદા નડીયાદની મહાગુરાત હોસ્પિટલમાં કીડની ટ્રન્સ પ્લાન્ટનું સફળ ઓપરેશન થયું હતું. પતિ, સાસરી પક્ષનો સહકાર મળ્યો
આ નિર્ણયમાં દીપિકાબેનના પતિ સંદીપભાઈ પાણકુટા જેઓ દૂધ અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. સમગ્ર સાસરી પક્ષે ખુલ્લા દિલથી સહમતિ આપી હતી. હરિપ્રકાશ સોસાયટીના પડોશીઓ શીતલબેન મકવાણા અને સંગીતાબેન સહિતના રહીશોએ તેમનું સન્માન કરી તેમની હિંમતને બિરદાવી હતી.
Read Original Article →