સુરેન્દ્રનગરજિલ્લા કલેક્ટર કચેરીમાં બેઠક યોજાઈ‎:લેન્ડ ગેબ્રીંગની 100 અરજી સહિત SIT અંતર્ગત 4 કેસોનો નિકાલ કરાયો

Gujarat5/24/2026, 12:00:00 AM
સુરેન્દ્રનગરજિલ્લા કલેક્ટર કચેરીમાં બેઠક યોજાઈ‎:લેન્ડ ગેબ્રીંગની 100 અરજી સહિત SIT અંતર્ગત 4 કેસોનો નિકાલ કરાયો
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરીમાં લેન્ડ ગેબ્રીંગ કાયદા અંગેની બેઠકનું આયોજન કરાયુ હતુ. જેમાં જિલ્લા ભરમાંથી આવેલી 115 અરજીઓ હાથ પર લઇ કાર્યવાહી કરાઇ હતી.જેમાં 100 અરજીઓ નિકાલ કરાયો હતો.15 આગામી બેઠકમાં હીયરીંગ માટે મુકવા સૂચના આપવામાં આવી હતી. SIT અંતર્ગત 5 કેસોમાંથી 4 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્ય સરકારે જમીનો પર ગેર કાયદેસર કબજો જમાવનારા ભુમાફિયા તત્વો સામે કડક કાર્યવાહી માટે ધ ગુજરાત લેન્ડ ગેબ્રીંગ એક્ટ-2020 અમલમાં મુક્યો છે. જેમાં વર્ષોથી ચાલતા જમીન મિલકતના કબજા અને અન્ય પ્રશ્નો બાબતે ચાલતી તકરારોનો નિકાલ કરાય છે. જે અંતર્ગત શુક્રવારના રોજ કલેક્ટર કચેરી સભાખંડમાં કલેક્ટર જી.એચ.સોલંકી અધ્યક્ષસ્થાને લેન્ડગેબ્રીંગ કાયદાની બેઠકનું આયોજન કરાયુ હતું. જેમાં જિલ્લા કક્ષાની સમિતિના સભ્યો સાથે લેન્ડ ગેબ્રીંગની કાર્યવાહી માટે જિલ્લામાંથી આવેલી અરજીઓના તપાસ અધિકારીઓએ તરફથી આવેલા તપાસ અહેવાલ મેળવી 115 અરજીઓની હાથ પર લેવાઇ હતી. જેમાંની 100 અરજીઓનો નિકાલ કરાયો હતો. 15 અરજીઓને આગામી બેઠકમાં હીયરીંગ માટે મુકવા સૂચના આપવામાં આવી હતી. જ્યારે એસઆઇટી અંતર્ગત 5 કેસોમાંથી 4 કેસોનો નિકાલ કરવામાં આવ્યો.
Read Original Article →