આજે જીપીએસસીની પરીક્ષા:9 કેન્દ્ર પર 2114 ઉમેદવાર નસીબ અજમાવશે

Gujarat6/7/2026, 12:00:00 AM
ગુજરાત જાહેર સેવા આયોગ ગાંધીનગર દ્વારા આયોજિત લેખિત પરીક્ષા તારીખ 7-6-2026ના રોજ યોજાનાર છે. આ પરીક્ષા જિલ્લાના વિવિધ કેન્દ્રો પર લેવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ મહત્વની સ્પર્ધાત્મક પરીક્ષાના સફળ અને પારદર્શક સંચાલન માટે તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આ પરીક્ષા માટે શાળા અને કોલેજો સહિત કુલ 9 કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યા છે. જેમાં સમગ્ર જિલ્લામાંથી કુલ 2114 ઉમેદવાર પરીક્ષા આપનાર છે. પરીક્ષા પ્રક્રિયાને વધુ સુચારું બનાવવા માટે જિલ્લા તંત્ર દ્વારા કુલ 89 બ્લોકની ફાળવણી કરવામાં આવી છે. આ અંગે જિલ્લા કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી. જેમાં કલેક્ટર જી. એચ. સોલંકી સુરેન્દ્રનગર દ્વારા આયોગના પ્રતિનિધિ તથા તકેદારી સુપરવાઇઝર તથા સ્થળ સંચાલક તથા ઝોનલ ઓફિસરને પરીક્ષાની ગંભીરતા બાબતે માર્ગદર્શન આપ્યું હતું. જેમાં કોઈ પણ ગેરરીતિ ન થાય તે માટે દરેક કેન્દ્ર પર જવાબદાર ઇન્ચાર્જ અધિકારીઓ અને કર્મચારીઓની નિમણૂંક કરી દેવામાં આવી છે. નીલકંઠ વિદ્યાલય રતનપર ખાતે ખાસ દિવ્યાંગ ઉમેદવારો માટે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ તબક્કે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ સ્થળ સંચાલકો અને તકેદારી સુપરવાઇઝર તથા આયોગ પ્રતિનિધિને પરીક્ષા સંદર્ભે ફરજોથી અવગત કર્યા હતા. પરીક્ષા સ્થળની આસપાસના ઝેરોક્ષ સેન્ટર બંધ રાખવાના રહેશે પરીક્ષાના દિવસે પરીક્ષા સ્થળની આસપાસની ઝેરોક્ષ મશીનની દુકાનો સંચાલકો દ્વારા ફરજિયાત બંધ રાખવાની રહેશે. કેલ્ક્યુલેટર પરીક્ષા કેન્દ્રમાં ઉપયોગ કરવા કે લઈ જવા અંગે ગુજરાત જાહેર સેવા આયોગની સૂચનાઓ અનુસાર પાલન કરવાનું રહેશે. પરીક્ષા કેન્દ્રોની આસપાસ 200 મીટરની ત્રિજ્યામાં લાઉડ સ્પીકર વગાડવા, કેન્દ્રની આજુબાજુમાં 4 કે તેથી વધુ વ્યક્તિએ ઉભા રહેવા પર પ્રતિબંધ છે.{ કે.આર.પટેલ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ
Read Original Article →