DRIના દરોડા, એકની ધરપકડટ:DRIના અધિકારીઓ પકડવા ગયા ને તસ્કરે પૂછ્યું, બોલો સાહેબ દીપડાનું ચામડું કેટલામાં લેવાનું છે?

Gujarat6/3/2026, 12:29:13 AM
DRIના દરોડા, એકની ધરપકડટ:DRIના અધિકારીઓ પકડવા ગયા ને તસ્કરે પૂછ્યું, બોલો સાહેબ દીપડાનું ચામડું કેટલામાં લેવાનું છે?
DRIએ રેલવે સ્ટેશન વિસ્તારમાંથી દીપડાની ચામડી સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો હતો. દીપડાની ચામડી કોને વેચવા જઈ રહ્યો હતો એની પ્રાથમિક તપાસ કર્યા બાદ ડીઆરઆઈની ટીમ આરોપીને ફોરેસ્ટ વિભાગને સોંપી દીધો હતો હવે આગળની કાર્યવાહી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કરી રહ્યું છે. અધિકારીઓ દીપડાની ચામડી પણ કબજે લીધી છે. ડીઆરઆઈની તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી સુરતનો જ રહેવાસી છે અને તેણે સ્ટેશનની વિસ્તારમાં રૂમ બુક કર્યો હતો જ્યાં તેને સુરતનો જ એક ખરીદાર લેવા આવનાર હતો. તપાસ સાથે સંકળાયેલા અધિકારીઓ કહી રહ્યા છે કે દીપડાની ચામડીનો આમ તો કોઈ નિશ્ચિત ભાવ નથી. ખરીદારો જે ભાવ આપે તેમા વેચાઇ છે, સામાન્ય રીતે તે 10થી 20 લાખમાં વેચાય છે. આરોપી એક હોટલમાં સંતાયો છે. DRIની ટીમ રૂમમાં ગઈ ત્યારે તેણે અધિકારીને કહ્યું આ ચામડી છે બોલો કેટલામાં લેવી છે? અધિકારીઓએ બાદમાં પોતાની ઓળખ આપીને આરોપીની ધરપકડ કરી હતી. કાયદા મુજબ 7 વર્ષની જેલ અને દંડની જોગવાઈ છે દીપડો, વાઘ જેવા જંગલી પ્રાણીઓની ચામડી, હાડકાં, નખની ગેરકાયદેસર હેરાફેરી થાય છે. બહારના દેશોમાં એને શો-પીસ, દવા કે તાવીજ તરીકે લાખો રૂપિયામાં વેચાય છે. એટલે તસ્કરોને મોટો નફો મળે છે. આ બધું ગુનો છે. પકડાય તો મહત્તમ 7 વર્ષની જેલ અને 25,000 સુધીનો દંડ થાય છે. ચામડી જે રીતે ઉતારાઈ એ પ્રોફેશનલ લાગે છે ફોરેસ્ટ વિભાગના એક અધિકારીએ કહ્યું કે જે રીતે ચામડી ઉતારવામાં આવી છે તે કોઈ પ્રોફેશનલનું કામ લાગે છે. શિકાર બાદ જો ચામડી ઉતારવામાં કંઈ પણ ઉંધું સીધુ થાય તો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ભાવ મળે એમ હોતું નથી.
Read Original Article →