વાલોડના ખેડૂતનો ખેતીમાં પણ AI નો ઉપયોગ:પાકમાં સંભવિત રોગ, હવામાં ભેજ, વાતાવરણની આગોતરી જાણકારી

Gujarat4/6/2026, 12:21:00 AM
વાલોડના ખેડૂતનો ખેતીમાં પણ AI નો ઉપયોગ:પાકમાં સંભવિત રોગ, હવામાં ભેજ, વાતાવરણની આગોતરી જાણકારી
પરંપરાગત ખેતી જ્યારે ખર્ચાળ બની રહી છે, ત્યારે સુરત જિલ્લાના ઓવિયાણ ગામના પ્રગતિશીલ યુવા ખેડૂત જીગર દેસાઈએ ટેકનોલોજી અને પ્રાકૃતિક ખેતીનો સમન્વય કરી નવો રાહ ચિંધ્યો છે. વાલોડ અને શિકેર ગામે 12 હેક્ટર જમીનમાં આધુનિક AI અને સજીવ ખેતીના જોરે તેમણે 'આજાજી' બ્રાન્ડ સ્થાપિત કરી છે. 15 હજાર આંબાની કલમ, 1500 નાળિયેરી,અને 4500 ડ્રેગન ફૂટની ખેતી કરે છે. તેમની સફળતાની કહાની તેમના જ શબ્દોમાં.... મેં તાપી જિલ્લાના શિકેર ગામમાં આવેલી મારી ખેતીમાં આધુનિક AI ટેકનોલોજી અપનાવી છે. આ યંત્ર જમીનમાં આવનારા સંભવિત રોગ, વરસાદની આગાહી, હવામાં ભેજ અને તાપમાનની ચોક્કસ વિગતો મારા મોબાઈલ પર આપે છે. આ આગોતરી જાણકારીને કારણે પાકને થતું નુકસાન હું અટકાવી શકું છું અને દવાનો બિનજરૂરી ખર્ચ બચે છે. આ ટેકનોલોજી જ જમીન અને પાક વચ્ચેનો સેતુ બની છે. મારા ફાર્મમાં મુખ્યત્વે કેરીનો પાક છે. મેં 10 બાય 10 ફૂટના અંતરે જમ્બો કેસરની 3500, કેસરની 3000, દશેરીની 1000, તોતાપુરી 1000, સોનપરી 6000, હાફૂસ 50, રાજાપુરી 200 અને વિશ્વપ્રખ્યાત મિયાઝાંકીની 15 હજાર કલમો રોપી છે. ખેતરની બોર્ડર પર 1500 રક્તચંદન, 700 નારિયેળ અને આંતરપાક તરીકે 4500 ડ્રેગન ફ્રૂટનું વાવેતર કરી મેં જમીનનો એક-એક ઇંચ ઉપયોગ કર્યો છે. અમે જીવામૃત, અમૃત પાણી અને દશ પર્ણ અર્ક જેવા જૈવિક ખાતરો જાતે જ બનાવીએ છીએ. વેસ્ટ કમ્પોઝર જેવી પ્રોડક્ટ્સથી ઇનપુટ કોસ્ટમાં મોટો ઘટાડો થયો છે. વર્ષ 2023-24માં અમને ₹65 લાખની આવક થઈ હતી, જેની સામે ખર્ચ માત્ર ₹15-17 લાખ જ હતો. ગત વર્ષે ખરાબ હવામાન છતાં અમે ₹40 લાખની આવક મેળવી અમારી ક્ષમતા સાબિત કરી છે. મૂલ્યવર્ધન અને આંતરરાષ્ટ્રીય ઓળખ જિગરભાઇ જણાવે છે કે, અમે માત્ર ફળ જ નહીં, પરંતુ કેસર કેરીનો પાવડર, રસ અને ડ્રેગન ફ્રૂટ પાવડર બનાવીને સીધું વેચાણ કરીએ છીએ. અમારું ફાર્મ ઓર્ગેનિક સર્ટિફાઇડ છે, જે વિદેશમાં નિકાસ માટે સક્ષમ છે. મને અત્યાર સુધીમાં 27 એવોર્ડ મળ્યા છે, જેમાં ગુજરાત સરકારનો પ્રતિષ્ઠિત સરદાર પટેલ એવોર્ડ મુખ્ય છે. આ પ્રગતિશીલ ખેડૂત પાસેથી જાણો વધુ વિગત...9824110106 આ સમાચાર અન્યોને પણ શૅર કરો.
Read Original Article →