ઉધનામાં ત્રણ શખ્સોએ યુવકને ઘેરી ચપ્પુના ઘા ઝીંક્યા, હાલત ગંભીર:મહોલ્લામાં ઝઘડા કરવાની ના પાડતા ઉશ્કેરાયા, હુમલો કરી જાનથી મારવાની ધમકી પણ આપી

Gujarat5/20/2026, 2:23:53 PM
ઉધનામાં ત્રણ શખ્સોએ યુવકને ઘેરી ચપ્પુના ઘા ઝીંક્યા, હાલત ગંભીર:મહોલ્લામાં ઝઘડા કરવાની ના પાડતા ઉશ્કેરાયા, હુમલો કરી જાનથી મારવાની ધમકી પણ આપી
સુરતના ઉધના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ નજીવી બોલાચાલી અને જૂની અદાવતમાં એક યુવક પર ચપ્પુ વડે જીવલેણ હુમલો થવાની ઘટના સામે આવી છે. ત્રણ શખ્સોએ ભેગા મળીને યુવકને રસ્તામાં ઘેરી લીધો હતો અને આડેધડ ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. લોહીલુહાણ હાલતમાં યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. બીજી તરફ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો દોડતો થયો છે. બાઇક માંગવા બાબતે થયો હતો વિવાદ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૂળ મધ્ય પ્રદેશના ખેતિયાના વતની અને હાલ ઉધનાની મફત નગર ઝુંપડપટ્ટીમાં રહેતા 31 વર્ષીય વસંત અશોક ઈન્દવે મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. આ જ વિસ્તારમાં રહેતા જીગર વસાવા, ધ્રુવ ઉર્ફે ટુલી અને મુકેશ નામના શખ્સો અવારનવાર મહોલ્લામાં ઝઘડા કરતા હોવાથી વસંતે તેમને સમજાવ્યા હતા. આ સિવાય વસંતે થોડા સમય પહેલા જીગર પાસે બાઇક માંગી હતી, જે બાબતે પણ તેમની વચ્ચે વિવાદ થયો હતો અને આ શખ્સો વસંત સાથે અદાવત રાખતા હતા. ખાડી પાસે ઘેરીને જાનથી મારી નાખવાની ધમકી આપી 18 મેએ રાત્રે 9 વાગ્યાની આસપાસ વસંત ઈન્દવે મહોલ્લાની પાછળ આવેલી ખાડી પાસે લઘુશંકા કરીને ઘર તરફ પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન ઘાત લગાવીને બેઠેલા જીગર, ધ્રુવ અને મુકેશે તેને રસ્તામાં જ ઘેરી લીધો હતો. ત્રણેય શખ્સોએ પહેલા ગંદી ગાળો આપીને માહોલ ગરમ કર્યો હતો અને જોતજોતામાં ચપ્પુ કાઢી વસંત પર તૂટી પડ્યા હતા. હુમલો કર્યા બાદ આ શખ્સો વસંતને જાનથી મારી નાખવાની ધમકી આપીને અંધારાનો લાભ લઈ ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યા હતા. આરોપીઓને પકડવા તપાસ તેજ આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકે સમગ્ર લોહિયાળ ઘટના અંગે ઉધના પોલીસ મથકમાં ત્રણેય હુમલાખોરો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને પીડિતનું નિવેદન લેવાની તજવીજ હાથ ધરી છે. આ ભયાનક હુમલાના પગલે સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. હાલમાં પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને ફરાર થઈ ગયેલા ત્રણેય આરોપીઓને ઝડપી પાડવા માટે દરોડા પાડવાનું શરૂ કર્યું છે.
Read Original Article →