ઉધનામાં જર્જરિત મકાનની બાલ્કની ધરાશાયી:કોંક્રિટ અને લોખંડના સળિયા સાથેનો કાટમાળ પાર્ક બાઈક પર પડ્યો

Gujarat4/5/2026, 7:15:19 AM
ઉધનામાં જર્જરિત મકાનની બાલ્કની ધરાશાયી:કોંક્રિટ અને લોખંડના સળિયા સાથેનો કાટમાળ પાર્ક બાઈક પર પડ્યો
સુરત શહેરના ઉધના વિસ્તારમાં આજે વહેલી સવારે એક ભયાનક દુર્ઘટના સર્જાતા સહેજમાં અટકી હતી. શહેરના ગીચ રહેણાંક વિસ્તારો પૈકીના એક એવા ઉધનામાં આવેલી ધર્મયુગ સોસાયટીમાં એક મકાનની બાલ્કનીનો મોટો ભાગ અચાનક ધરાશાયી થયો હતો. જોકે, સદનસીબે જે સમયે આ ભાગ તૂટી પડ્યો ત્યારે ત્યાં કોઈ અવરજવર ન હોવાથી એક મોટી જાનહાની ટળી છે, પરંતુ નીચે પાર્ક કરેલી એક બાઈકને નુકસાન પહોંચ્યું છે. પરંતુ મકાનની બાલ્કની જ્યારે ધરાશાયી થઈ ત્યારે તેની નીચે એક બાઈક પાર્ક કરેલી હતી. કોંક્રિટ અને લોખંડના સળિયા સાથેનો ભારે કાટમાળ સીધો બાઈક પર પડતા બાઈકને નુકસાન થયું છે બાલ્કનીનો ભાગ અચાનક ધડાકાભેર નીચે પડ્યો મળતી માહિતી અનુસાર, ઉધનાની ધર્મયુગ સોસાયટીમાં આવેલા મકાન નંબર 281A ની બાલ્કનીનો ભાગ આજે વહેલી સવારે અચાનક ધડાકાભેર નીચે પડ્યો હતો. રવિવારનો દિવસ હોવાથી મોટાભાગના લોકો પોતાના ઘરોમાં હતા. સવારના સમયે જ્યારે વાતાવરણ શાંત હતું, ત્યારે અચાનક જ બાલ્કનીનો કાટમાળ નીચે ખાબક્યો હતો. બાઈકને નુકસાન, કોઈ જાનહાની નહીં આ ઘટનામાં સૌથી રાહતની વાત એ રહી કે કોઈ જાનહાની નોંધાઈ નથી. સામાન્ય રીતે રહેણાંક વિસ્તારોમાં સવારના સમયે બાળકો રમતા હોય છે અથવા લોકોની અવરજવર રહેતી હોય છે. પરંતુ આ ઘટના વહેલી સવારે બની હોવાથી બધા ઉંઘતા હતા એટલે કોઈને ઈજા પહોંચી નથી.
Read Original Article →